ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદની સિસ્ટમ એક્ટિવ થવાને કારણે દરિયો તોફાની બનશે

ગુજરાતમાં આજથી ૨૩ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં ૧૯, ૨૦ અને ૨૧ જુલાઈએ અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ૫ દિવસ મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદની સિસ્ટમ એક્ટિવ થવાને કારણે દરિયો ડોલી શકે છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા હવામાનની સૂચના છે.

૧૯ જુલાઈએ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. ત્યારે વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પડી શકે છે અતિભારે વરસાદ તો નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ પડી શકે છે ભારે વરસાદ,,, તો ૨૦ જુલાઈ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલીમાં વરસાદ પડી શકે છે. ૧૮ જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત,નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી ૧૯ જુલાઈએ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, બરોડા, ભરૂચ, સુરત અને ડાંગમાં ભારે વરસાદી આગાહી  ૧૯ જુલાઈએ અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ૨૦ જુલાઈએ કચ્છ, સુરેદ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી  ૨૦ જુલાઈએ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત અને નવસારીમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. સરકારના આંકડા અનુસાર, ગુજરાતમાં છેલ્લાં સાડા ત્રણ મહિનામાં ૧૦૮નાં મોત થયા છે.

કુદરતી આફતમાં ગુજરાતમાં માત્ર છેલ્લા સાડા ત્રણ મહિનામાં ૧૦૮ લોકોનાં મોત નિપજ્યા છે. વીજળી પડવાના કારણે ૩૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારે પૂરમાં ડૂબી જવાના કારણે ૨૫ લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં ભારે વરસાદથી ૧૦ જેટલા જિલ્લાઓ અસરગ્રસ્ત થયા છે. એપ્રિલથી જુલાઈ વચ્ચે ૧૪,૩૩૩ હેક્ટરમાં પાકને નુકસાન થયું છે. વરસાદ અને વાવાઝોડાના કારણે ૧.૧૭ લાખથી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. ૨૬