આફ્રિકી દેશ મેડગાસ્કરમાં સંકટ, લોકો જીવતા તીડ-ઘાસ ખાવા મજબુર -યુનો

આખી દુનિયા જયારે કોરોના વાયરસની ઝપટમાં છે, આફ્રિકન દેશ મેડાગાસ્કરમાં લોકો પર દૂકાળનો બમણો માર પડી રહ્યો છે. હજારો લોકો જંગલી પાંદડા અને તીડ ખઇને ભૂખ ભાંગી રહ્યા છે. સતત દુષ્કાળ અને ધૂળના તોફાનોના કારણે પાક નષ્ટ થઈ ચુકયો છે જેનાથી ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે. સંયુકત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમ ના સીનિયર ડાયરેકટર અમેર દાઉદીએ ચેતવણી આપી છે કે મલાગસીમાં બાળકોની જિંદગીઓ ખતરામાં છે.

ખાસ કરીને ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણ ચિંતાજનક સ્તર પર પહોંચી ગયું છે. મૈડાગાસ્કરની રાજધાની અન્ટાનનરીવોથી બોલતા દાઉદીએ સંયુકત રાષ્ટ્રને જણાવ્યું કે, તેઓ એવા ગામોમાં ગયા હતા જયાં લોકો જીવતા તીડ, કેકટસના કાચા ફળ અને જંગલી પાંદડા ખાવા માટે મજબૂર છે. દક્ષિણ મેડાગાસ્કરમાં દૂષ્કાળ પડ્યો છે અને ખાવાના સ્ત્રોત નથી. તેમણે જણાવ્યું કે, એવા ભયાનક દ્રષ્યો જાેયા છે જયાં બાળકો કૂપોષિત છે અને ફકત બાળકો જ નહીં, માતાઓ, પરિવાર અને આખા ગામ.

તેમણે ચેતવ્યા કે અહીં દુષ્કાળનો ડર છે અને દુનિયામાં આવી સ્થિતિ તેમણે પહેલા કયારેય નથી જાેઇ. મૈડાગાસ્કર દુનિયાના સૌથી ગરીબ દેશોમાંથી એક છે. અહીં સ્વાસ્થ્ય, રોજગારથી લઇને ગરીબી અને જળવાયુ પરિવર્તનનો મારો સહિતની અનેક સમસ્યાઓ છે, જેના કારણે લોકો આફતોનો શિકાર થયા છે. WFPએ કહ્યું કે, ઉત્પાદન ૫ વર્ષની સરેરાશથી ૪૦ ટકા ઓછું થવાની શકયતા છે. ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણ ૧૬ ટકા પર પહોંચી ગયું છે.