ગત વર્ષ કરતા વહેલી ઠંડી ચાલુ પરંતુ ગત વર્ષ કરતાં ઓછી

હાલમાં આ તાપમાન ૨૧.૪ થી ૨૨.૩ ડિગ્રીની વચ્ચે રહેતાં ઠંડી ઓછી અનુભવાઇ રહી છે. બીજી બાજુ છેલ્લા ૨૪ કલાકમાં ઠંડી આંશિક રીતે ઘટતાં મુખ્ય ૫ શહેરોનું તાપમાન ૨૧.૩ થી ૨૧.૮ ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. જ્યારે ગરમી દોઢેક ડિગ્રીના વધારાના કારણે ગરમીનો પારો ફરી એકવાર ૩૫ ડિગ્રીની પાર ગયો છે.

હવામાન વિભાગની આગાહી મજુબ, શુક્રવારથી લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીના ઘટાડા સાથે ઠંડીનુ પ્રમાણ વધવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલે એક સપ્તાહ વહેલી ઠંડીનો પ્રારંભ થયો હતો. તેમ છતાં હવામાં ૬૦ ટકા થી વધુ ભેજના કારણે ગત વર્ષ કરતાં ઓછી ઠંડી અનુભવાઇ રહી છે. કેમકે ગત વર્ષે ૨૦ ડિગ્રીથી નીચે રહેતું તાપમાન ચાલુ સાલે ૨૧ ડિગ્રીથી વધુ રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગત વર્ષે ૨૩ થી ૨૭ ઓક્ટોબરની વચ્ચે ઠંડીનો પારો ૧૭.૮ ડિગ્રીથી ૨૧ ડિગ્રીની વચ્ચે રહ્યું હતું.