મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવી

ગાંધીનગરઃ કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રાજ્યના તમામ નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હાર્દિક શુભકામના પાઠવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીના પાવન પર્વની રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું આ પર્વ સમાજ સમસ્તમાં સમરસતા, બંધુત્વ અને આપસી પ્રેમની ભાવના સુદ્રઢ કરનારું પર્વ બની રહેશે તેવી અપેક્ષા પણ મુખ્યમંત્રીએ કૃષ્ણ જન્મોત્સવની શુભેચ્છાઓ પાઠવતાં વ્યક્ત કરી છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી છે. ભગવદ ગીતાના માધ્યમથી માનવજાતને મહત્વનું માર્ગદર્શન આપનાર, પ્રેમથી ધર્મનો માર્ગ પ્રશસ્ત કરનાર, સ્થિતપ્રજ્ઞતા અને શાંતિની સમજ આપનાર તથા ફળની અપેક્ષા વિના કર્મ કરવાનો મહામંત્ર આપનાર કર્મયોગી અને મહાન ગુરૂ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ- જન્માષ્ટમીની સૌને શુભેચ્છાઓ. જન્માષ્ટમીનો તહેવાર સૌને પ્રેમ, સુખ અને શાંતિ અર્પે એ જ અભ્યર્થના.