કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠતાને બિરદાવતા સમારંભ ‘કેમસ્ટાર એવોર્ડ-2023’ આયોજન કરાયું

  • ગુજરાત કેમિકલ એસોસિએન દ્વારા એવોર્ડ અને સંગીત સંધ્યાનું આયોજન કરાયું
  • ‘કેમસ્ટાર એવોર્ડ-2023 અંતર્ગત 8 એવોર્ડ એનાયત કરાયા

અમદાવાદઃ ગુજરાત કેમિકલ એસોસિએન દ્વારા અમદાવાદ ખાતે વાયએમસીએ ક્લબ ખાતે ‘કેમસ્ટાર એવોર્ડ-2023’નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ એવોર્ડ સમારંભમાં મુખ્ય અતિથી તરીકે એએમએના પ્રેસિડેન્ટ અને ડિલોઇટના ડિરેક્ટરના ડૉ. સાવન ગોડિયાવાલા, અતિથી વિશેષ તરીકે ટોરેન્ટ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચેતન બુંદેલા અને કોરિયા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશનના સેઉંગકી લી સહિત ગુજરાત કેમિકલ એસોસિએશન (જીસીએ)ના પ્રેસિડેન્ટ ડૉ. જૈમિન વસા સહિત યોગેશ પરીખ અને જીસીએના સેક્રેટરી જીજ્ઞેશ શાહ ઉપસ્થિત રહ્યાં હતા. એવોર્ડ સમારંભ બાદ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોતાના વ્યવસાયને ઉચ્ચ શિખરે લઇ જવા પાછળ અથાગ પરિશ્રમ રહેતો હોય છે. આ કરેલી મહેનતની જ્યારે નોંધ લેવામાં આવે ત્યારે તે સફળતા એક ગાથા બની જતી હોય છે. ખાસ કરીને જ્યારે પોતાની જ ઇન્ડસ્ટ્રીના એસોસિએશન દ્વારા તેને પ્રોત્સાહિત કરવામાં આવે ત્યારે આ ઉત્સાહ આપોઆપ વધી જાય છે. આ પંક્તિમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીની સંસ્થા ગુજરાત કેમિકલ એસોસિએશન દ્વારા ‘કેમસ્ટાર એવોર્ડ-2023’નું આયોજન કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત 8 કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાત કેમિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉ.જૈમિન વસાએ પોતાના પ્રાસંગિક સંબોધનમાં ‘કેમસ્ટાર એવોર્ડ-2023’ વિજેતાઓને અભિનંદન પાઠવતા તેમની કામગીરી બદલ તેમને બિરદાવ્યા હતા. તેઓએ વર્તમાન સમયમાં એસોસિએશન પાસે રહેલી તકો અને તકનીકો પર પ્રકાશ પાડ્યો હતો.

ડૉ. સાવન ગોડિયાવાલા અને ચેતન બુંદેલા, ડૉ. જૈમિન વસા સહિત મંચસ્થ મહાનુભાવોના હસ્તે એવોર્ડ વિજેતાઓને એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ‘કેમસ્ટાર એવોર્ડ-2023’ અંતર્ગત આલ્પ્સ કેમિકલ પ્રા. લિ.ના વંદેનબેન હરશભાઈ ભુટ્ટાને બેસ્ટ વિમેન આંત્રપ્રિન્યોર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ફાસ્ટેટ ગ્રોઇંગ કંપની ઑફ ધ યર તરીકે આર. કે. સિન્થેસિસના ચેરમેન કરસનભાઇન પટેલને સમ્માનિત કરવામાં આવ્યા હતા. ટોપ એક્સપોર્ટર ઑફ ધ યર કેટગરી અંતર્ગત ગોપીનાથ કેમ-ટેક લિમિટેડને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતો, જ્યારે બેસ્ટ સોશિયલ એન્ટરપ્રાઇઝ કેટગરી અંતર્ગત પ્રકાશ કેમિકલ એજન્સીસને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બેસ્ટ કેમિકલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે નડિયાદ સ્થિત ધરમસિંહ દેસાઇ યુનિવર્સિટીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે પર્યાવરણ ક્ષેત્રના એવોર્ડ એન્વાર્યમેન્ટલી ફ્રેન્ડલી કંપની તરીકે નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જય કેમિકલ ઇન્ડસ્ટ્રી પ્રા. લિ.ને બેસ્ટ કોર્પોરેટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, તો મેઘમણી ગ્રુપના જયંતિભાઈ પટેલ અને આશિષભાઈ સોપારકારને લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

‘કેમસ્ટાર એવોર્ડ-2023’ સમારંભમાં જીસીએના સેક્રેટરી જીજ્ઞેશ શાહ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. જ્યારે યોગેશ પરીખે સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતુ. આ એવોર્ડ સમારંભમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. એવોર્ડ સમારંભના અંતે જાણીતા ગાયક આનલ વસાવડા અને પ્રહર વોરા દ્વારા ગુજરાતી અને હિન્દી ગીતોની રજૂઆત કરી સમગ્ર સાંજને મનોરંજક બનાવી હતી.