ગાંધીધામ જીઆઇડીસીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી

ઔધોગિક નગર ગાંધીધામ વિસ્તારમાં આગ લગાવની ઘટના અવાર નવાર બનતી રહે છે. ત્યારે આજે વહેલી પરોઢે જીઆઇડીસી વિસ્તારના ૬ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા ભંગારના વાડામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જે આગ બાજુમાં આવેલા ખાનગી એકમના બે ગોડાઉનમાં પણ પ્રસરી હતી. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેને લઈ આસપાસના વિસ્તારમાં અફરતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી બધી ભંયકર હતી કે દૂર સુધી તેની જ્વાળાઓ આકાશમાં જાેવા મળી હતી. આ આગને કાબુમાં લેવા માટે ૫ ફાયર ફાઇટર અને ત્રણથી ચાર પાણીના ટેન્કર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ૯ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.

ગાંધીધામ શહેરના જીઆઇડીસી ખાતે આવેલી ૬ ઇન્ડસ્ટ્રીઝના વિસ્તારમાં વ્હેલી પરોઢે ૪ વાગ્યે ભંગારના વાડામાં આગ લાગી હતી. જે પાસે રહેલા નીલકંઠ એન્ટરપ્રાઇઝ અને દિવાન એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં પ્રસરી હતી. જે બાદ બેકાબુ બનેલી આગને કંડલા પોર્ટ, ઇફકો, નગરપાલિકાના ફાયર ફાઇટર અને કંડલા ટીમ્બરના પાણીના ટેન્કરો દ્વારા આગ પર સતત પાણીનો મારો ચલાવી આગને ૯ કલાકની જહેમત બાદ સવારે ૧૧ વાગ્યે સંપૂર્ણ કાબુમાં લેવાઈ હોવાનું સુધારાઈના હેમંત ગગલાણીએ જણાવ્યું હતું.

ગાંધીધામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જે બાદ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલા ખાનગી એકમના બે ગોડાઉનમાં પણ પ્રસરી હતી. આગને કાબુમાં લેવા માટે ૫ ફાયર ફાઇટર અને ત્રણથી ચાર પાણીના ટેન્કરની મદદ લેવમાં આવી હતી. ૯ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.