વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થવાની શક્યતા

અમદાવાદ: દેશમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની ચેતવણી આપવામાં આવી છે. અલ નીનોના કારણે મે મહિના સુધી આકરી ગરમી પડશે. એમાં પણ હીટવેવના કારણે સ્થિત વધુ ખરાબ થઈ શકે છે. એક તરફ હિમાચલ પ્રદેશ તેમજ જમ્મૂ-કશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠપ્પ થયું છે. નવાઈની વાત છે પણ આ વખતે તમે જુઓ કે, આપણાં ત્યાં ગુજરાતમાં માર્ચ મહિનાની શરુઆત માવઠાથી થઈ છે. ભારે પવન, કરા અને થે કમોસમી વરસાદે તૈયાર થયેલા કૃષિ પાકને નુકસાન પહોચાડયું હતું. માવઠા બાદ ઠંડીનું જાર છેલ્લા બે દિવસથી વધ્યું છે.

વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શિવરાત્રિ સુધી ઠંડા પવન ફૂંકાશે, ગુજરાતીઓએ રહેવું પડશે સાવધાન. જ્યોતિષાચાર્યના મતે ૮થી ૧૨ માર્ચ વાતાવરણમાં પલટાના યોગ છે. હાલ વહેલી સવારે અને મોડી રાત્રે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આગળ સ્થિતિ વિકટ બનશે. નલિયા ૭.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ અમે નથી કહી રહ્યાં આ બદલાતા ગ્રહોની સ્થિતિને ધ્યાને રાખીને જ્યોતિષાચાર્યો આ આગાહી કરી રહ્યાં છે.

હવામાન વિભાગ અને હવામાન અંગે આગાહી કરતા અંબાલાલ પટેલ જેવા આગાહીકારોની સાથો-સાથ હવે જ્યોતિષો પણ કરી રહ્યાં છે વાતાવરણમાં પલટાની આગાહી. ત્યારે જ્યોતિષોએ આગાહી કરતા જણાવ્યું છે કે, શિવરાત્રિ સુધી ઠંડા પવન ફૂંકાશે. જ્યારે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૮ માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૧૧થી ૧૨ માર્ચ આવશે. આ સાથે આંચકાનો પવન ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારને કારણે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે છે.

જ્યોતિષોના જણાવ્યા અનુસાર, માર્ચ મહિના દરમિયાન પવન ફૂંકાતા રહેશે. ફાગણ ચૈત્ર અને વૈશાખ પવનની ગતિના રહેશે. આંધી-વંટોળ પવનના સૂસવાટા સાથે સાથે કમોસમી વરસાદ, કરા પડવા વગેરે સ્થિતિ રહી શકે છે. બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે તેવી પણ સંભાવના છે. એપ્રિલ મહિનામાં ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ રહેશે. ૧૦ મેથી અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થઈ જશે. જ્યોતિષે આગાહી કરી છે કે, ૨૦ માર્ચે સૂર્ય ઉતરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા અને પવન ફૂંકાશે તેવી આગાહી છે.