શિક્ષણના ધામમાં નશાનું વાવેતર, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા

અમદાવાદઃ રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ હવે ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. હજુ થોડા દિવસ પહેલા રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાના છોડ મામલે એફએસએલનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમા મળી આવેલા છોડ માંજાના જ હતા પુરવાર થયું છે. ત્યારે વધુ એક શિકાના ખામમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. હાલ તો આ ગાંજાનો છોડ અહીં કોણ લાવ્યુ અને કોણએ વાવ્યો તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે.

યુનિવર્સિટીની હોસ્ટેલમાં ડી બ્લોક પાસે ગાંજાના બે છોડ જોવા મળ્યા છે NSUIના કાર્યકરો દ્રારા આ માંગના છોડ પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે યુનિવર્સિટીમાં ગાંજાના છોડ આવ્યા કેવી રીતે? શું યુવાનોને નશાના રવાડે ચડાવવાનું કાવતરૂ ચાલી રહ્યું છે? તે પણ આશંકા સેવાઈ રહી છે. ગાંજાના છોડ મળ્યા બાદ યુનિવર્સિટીના સમગ્ર કેમ્પસમાં તપાસ હાથ ધરાઈ છે.

યુનિવર્સિટીમાં આ બે જ છોડ છે કે અન્ય કોઈ જયાએ પણ આ પ્રકારે ગાંજાની ખેતી થતી હતી કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. NSUI દ્વારા આ ગાંજાના છોડ પકડી પાડ્યા બાદ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ સહિતના અહી પહોંચ્યા હતા. યુનિવર્સિટીમાં આવેલી વિદ્યાર્થીઓની હોસ્ટેલ તદ્દન બાજુમાંથી જ આ સાતેક ફૂટનો ગાંજાનો છોડ મળી આવ્યો છે. આ છોડને ઉછેરવા માટે તેને પાણી અને છાશ પિયત તરીકે અપાતી હતી તે પણ NSUIનો આક્ષેપ છે. એક તરફ રાજયમાં માદક નશીલા પદાર્થોની હેરાફેરી અટકે તેના માટે વિવિધ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તો અંતર બીજીવાર શિક્ષણના ગામમાં ગાંજો મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.