ગીરમાં રેલવેના બ્રોડગેજ રૂપાંતરણથી સિંહોને જાેખમ, પરિમલ નથવાણીએ વડાપ્રધાનને કરી રજૂઆત

સાસણગીર સહિતના ગીર વિસ્તારમાંથી રેલવે લાઇન પસાર થાય છે. આ મીટર ગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં રૂપાંતર કરવાની કવાયત હાથ ધરાઈ છે. જાેકે, આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવે તેવી માંગ રાજ્યસભાના સાંસદ અને ગીરના હમી પરિમલ નથવાણીએ કરી છે. નથવાણીએ વડાપ્રધાન, વનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખીને વિગતવારે રજૂઆત કરી છે કે આ રેલવે લાઇનનું બ્રોડગેજ રૂપાંતરણ સિંહો માટે કાયમી જાેખમ લઈને આવશે. પરિમલ નથવાણીએ કહ્યું કે ‘અત્યારે પણ ગીરમાંથી જે મીટરગેડ લાઇન પસાર થાય છે તેમાં અનેક વાર અકસ્માતનો ઘટનામાં સિંહો મોતને ભેટ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી છે. આ લાઇન જો ભવિષ્યમાં બ્રોડગેજ થઈ જાય તો સિંહોનાં માથે કાયમી માટે જાેખમ ઝળુંબતું રહેશે. મેં વડાપ્રધાન, કેન્દ્રીય વનમંત્રી પ્રકાશ જાવડેકર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ અંગે પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે આ પ્રોજેક્ટને પડતો મૂકી દેવામાં આવે તે સિંહોના અને ગીર રાષ્ટ્રીય અભ્યારણના હીતમાં છે.

પરિમણ નથવાણીએ ઉમેર્યુ કે હાલમાં જે મીટરગેજ લાઇન કાર્યરત છે તેની સ્પીડ રેલવેના કહ્યા મુજબ ૩૦ કિલોમીટર પ્રતિકલાકની હોવા છતાં અનેકવાર અકસ્માતો થયા છે. ત્યારે આ ૧૫૦ કિલોમીટરની લાઇનને જાે બ્રોડગેજ કરવામાં આવે તો સિંહોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જાશે. હાલમાં વિકાસની ગતિ નબળી ન પડે તે માટે અન્ય રૂટોની લાઇનોને બ્રોડગેજ કરવામાં આવી છે અને તે કાર્યરત છે. જેમાં પીપાવાવ-રાજુલા, પોરબંદર, વેરાવળ-જૂનાગઢ સહિતની લાઇનનો સમાવેશ થાય છે પરંતુ નેશનલ પાર્કમાંથી પસાર થતી આ લાઇન મીટરગેજ તરીકે યથાવત રહે તે જ યોગ્ય છે. રેલ વિકાસ નિગમ દ્વારા ખિજડીયા-અમરેલી-વિસાવદ, વિસાવદર-તાલાળા-વેરાવળ, જૂનાગઢ-વિસાવદર લાઇનના ગેજ પરિવર્તન અને તેના ઇલેક્ટ્રિફિકેશન કરવાની માંગ કરતો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

આ લાઇન નેશનલ પાર્કના ૧૪૮.૧૪ હેક્ટર એરિયામાં સંકળાયેલી છે, જે પૈકીની વિસાવદર-સાસણની ૧૫ કિલોમીટરની લાઇન ગીરમાંથી પસાર થાય છે ત્યાં સિંહોની મોટી સંખ્યા છે જેના કારણે તેની ગતિ વધવાથી સિંહો પર જોખમ સર્જાવાની સંપૂર્ણ પણ શક્યા છે. પરિમલ નથવાણીએ લખેલા પત્રમાં ટાંકવાાં આવ્યું છે કે જો, બ્રોડગેજ રૂપાંતરણ યોજનાને ધ્યાને લેવામાં આવે તો દરિયાકાંઠાની ઉના-કોડિનાર-વેરાવળને જાેડતી કોસ્ટલ રેલવે લાઇન ઊભી કરી અને તેને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવી જાેઈએ. આ એક વૈકલ્પિક રૂટ છે જેના પર રેલવે કામ કરી શકે છે.