ગાંધીનગરની ગ્રીન વેલી સ્કૂલને એવોર્ડ એનાયત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત – સ્વચ્છ વિદ્યાલયના સપના ને સાકર કરવા માટે સ્વચ્છ વિદ્યાલય પુરુસ્કાર, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ભારત સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૧ –૨૦૨૨ માટે સમગ્ર રાજ્યમાથી કુલ ૫૧,૦૦૦ શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ રાઉન્ડમાં લગભગ ૧૬૦૦ સ્કૂલોને જિલ્લા કક્ષાએ એવોર્ડ મળ્યો હતો. ત્યાર પછી જિલ્લા કક્ષાએ એવોર્ડ મેળવેલી ૧૬૦૦ સ્કૂલોમાથી સમગ્ર રાજ્યમાથી સ્ટેટ લેવલ માટે ૨૬ સ્કૂલોને જુદી જુદી કેટેગરી માટે પસંદ કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર જિલ્લાની એક માત્ર ખાનગી સ્કૂલ “ગ્રીન વેલી સ્કૂલ ફોર ચીલ્ડ્રન” ( મધર્સ પ્રાઈડ સ્કૂલ કેમ્પસ )ને બેસ્ટ હાઇજિન તેમજ સેનિટેશન માટે શિક્ષણમંત્રી જીતુ વાઘણી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ પ્રોત્સાહન રૂપે રૂપિયા ૨૦,૦૦૦/- ની રોકડ ભેટ આપવામાં આવી હતી. આ એવોર્ડમાં રાજ્ય કક્ષા ઉચ્ચ શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર, માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમે શાહ, પ્રાયમરી એજ્યુકેશન ડાયરેક્ટર જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રિન્સિપાલ વૈશાલીબેન બેલાણી, રિચાબેન દીક્ષિત, ટ્રસ્ટી સલોનીબેન પટેલને શિક્ષણમંત્રી દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામા આવ્યાં હતા. સંસ્થાના મેનેજીંગ ડાયરેકટર નિલેશ પટેલે ઉપરોક્ત એવોર્ડની બધી જ ક્રેડિટ સ્કૂલના સપોર્ટિંગ સ્ટાફને આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત – સ્વચ્છ વિદ્યાલયના સપના ને સાકર કરવા માટે સ્વચ્છ વિદ્યાલય પુરુસ્કાર, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ભારત સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની એક માત્ર ખાનગી સ્કૂલ “ગ્રીન વેલી સ્કૂલ ફોર ચીલ્ડ્રન” ( મધર્સ પ્રાઈડ સ્કૂલ કેમ્પસ )ને બેસ્ટ હાઇજિન તેમજ સેનિટેશન માટે શિક્ષણમંત્રી જીતુ વાઘણી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો.