ઓસ્ટ્રેલિયાના મુખ્ય ત્રણ શહેરો ગરમીનો રેકોર્ડ તોડશે, હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી

નવીદિલ્હીઃ ઓસ્ટ્રેલિયા હીટવેવ માટે તૈયાર રહે કારણ કે ત્રણ મુખ્ય શહેરોમાં સંભવિત રીતે ગરમી રેકોર્ડ તોડી શકે છે. આગામી સપ્તાહે તાપમાન ૩૫ ડીગ્રી સુધી વધવાની સાથે સપ્તાહના અંતમાં તાપમાનમાં વધારો થવાની ધારણા છે. સ્કાય ન્યૂઝના હવામાનશાસ્ત્રી રોબ શાર્પે ચેતવણી આપી હતી કે સિડની, મેલબોર્ન અને એડિલેડમાં સપ્ટેમ્બરના રેકોર્ડ બ્રેક ગરમી પડી શકે છે. એડીલેડ, મેલબોર્ન અને સિડનીમાં આવતા સપ્તાહની શરૂઆતમાં ૩૦ સેં-૩૫ સેંની સંભાવના સાથે તેમના સપ્ટેમ્બરના રેકોર્ડને તોડી શકે છે.

આવતા સપ્તાહની શરૂઆતમાં, ખાસ કરીને દક્ષિણ-પૂર્વમાં ખૂબ જ ગરમી પડશે. એડિલેડમાં ગુરૂવારે તાપમાન વધીને ૨૮ સેં સુધી પહોંચવાની ધારણા છે. આગલા અઠવાડિયે ગરમી ચાલુ રહેશે. સોમવારે તાપમાન ૨૯ સેં અથવા તેથી વધુ સુધી પહોંચશે. મોટાભાગના અનુમાન મોડલ ૩૫સેંની નજીક આગાહી કરી રહ્યા છે જે સપ્ટેમ્બર માટે રેકોર્ડ હશે. હવામાનશાસ્ત્ર બ્યુરોએ NSW અને મેલબોર્નને ચેતવણી આપી છે કે આગામી સપ્તાહે તાપમાનમાં વધારો થશે. સિડની સોમવારે ૨૭સેં અને મંગળવારે ૩૦સેં સુધી પહોંચવાની ધારણા છે, જે આ મહિનાના ગરમીના રેકોર્ડની નજીક છે.

મેલબોર્નમાં તાપમાન સોમવાર અને મંગળવાર બંનેના રોજ ૨૬સેં રહેવાની ધારણા છે. કેનબેરામાં તાપમાન ૨૫સેં અને ૨૭સેંની વચ્ચે રહેવાની ધારણા છે. પર્થમાં તાપમાન લગભગ ૨૦ સુધી વધવાની ધારણા છે અને આગામી ૨૪ કલાકમાં પવન સાથે ભારે વરસાદ પડશે. સમગ્ર પશ્ચિમી રાજ્યમાં ઠંડી માટેની ગંભીર હવામાન ચેતવણી જાહેર કરવામાં આવી છે. બુધવારે વરસાદી સીસ્ટમ દરિયાકાંઠે આગળ વધશે અને તેની સાથે ભારે વરસાદ પડી શકે છે. જેમ જેમ તે આગળ વધશે તેમ પર્થમાં ૨૦થી ૪૦ મીમી વચ્ચે વરસાદ પડી શકે છે અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદ દરમિયાન બુધવારે સવારે ૧૦૦ કિમી/કલાક કે તેથી વધુની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

BOMની મિરિયમ બ્રેડબરીએ news.com.auને જણાવ્યું હતું કે, આ સામાન્ય કરતાં વધુ પવન લાવશે, જે પ્રકારનું હવામાન આપણે સામાન્ય રીતે વર્ષમાં માત્ર એક કે બે વાર જોતા હોઈએ છીએ. ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં વાતાવરણ સામાન્ય રહેવાની ધારણા છે, જેમાં તાપમાન ૨૩સેંની ટોચે પહોંચશે, જે રવિવારે ઘટીને ૧૬સેં સુધી પહોંચી શકે છે.