ભાદર કેનાલમાં અજાણ્યા શખ્સો દ્વારા કલરનું ડ્રમ નાખીને કેનાલને કલર યુક્ત કરીને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસીએસનને બદનામ કરવાના પ્રયાસઃ એસોસિએશને નોંધાવી ફરિયાદ

જેતપુરઃ છેલ્લા ઘણા સમયથી જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગને બદનામ કરવા માટે ઘણા હિત શત્રુઓ પ્રયત્નશીલ છે અને જેતપુરમાં હજારો લોકોને રોજગારી પૂરી પડતાં આ ઉદ્યોગને બદનામ કરવાના સતત પ્રયાસ કરી રહ્યા છે, જેતપુરના ડાઇંગ પ્રિન્ટિંગ ઉધ્યોગ દ્વારા પ્રદૂષણને કાબુમાં કરવા માટે સતત પ્રયત્નશીલ છે અને તે માટે પ્રિન્ટિંગ એસોસીએસન દ્વારા મોટી ક્ષમતાના 2 CETP બનાવેલ છે અને તમામ વિસ્તારના કારખાને આવરીને વેસ્ટ વોટર કલેક્શન સંપ દ્વારા પ્રદૂષિત અને કેમિકલ યુક્ત પાણી ભેગું કરીને ક્યાંય પણ પ્રદૂષણ ના ફેલાય તેવી વ્યવસ્થા કરેલ છે અને જે યોગ્ય રીતે કામ કરવામાં આવી છે.

ઉપરોક્ત વ્યવસ્થાને લઈને જેતપુરની પ્રદૂષણ સમસ્યા સમાપ્ત થઈ છે, ત્યારે જેતપુરના હજારો લોકો ને રોજગારી આપતા આ ઉધ્યોગને બદનામ કરવા માટે કોઈ હિતશત્રુઑ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગ રૂપે જેતપુરમાંથી પસાર થતી ભાદર સીંચાઈની કેનાલના વહેતા પાણીમાં કોઈ અજાણીયા શકશો દ્વારા કલરનું ડ્રમ નાખી ને પાણી ને કલર યુક્ત કરેલ હતું,, આ બનાવ શહેરથી 10 કિલોમીટર દૂર ચાંપરાજપૂર અને બોરડી સમઢીયાના જવાના રસ્તે આવેલ કેનાલમાં કલરનું ડ્રમ નાખી ને કેનાલના પાણીને લાલ બનાવી દીધું હતું અને તે કલરનું ડ્રમ કેનાલના પાણીમાં તણાતું જોવા મળ્યું હતું અને તે એક કારખના માલિક દ્વારા જોઈને બહાર કાઢવામાં આવ્યું હતું. જે જગ્યાએ આ ઘટના બની છે ત્યાં કોઈ કારખાના આવેલા નથી. એ વિસ્તારમાં કોઈ કલર કામ થતું નથી, જે જોતાં કોઇ અસામાજિક શક્સોએ જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગને બદનામ કરવા માટે આ કૃત્ય કરેલ છે,  જેતપુર પ્રિન્ટિંગ ઉધ્યોગ દ્વારા પ્રદૂષણને તમામ સ્તરે કાબુમાં લીધેલ છે ત્યારે જેતપુરના પ્રિન્ટિંગ ઉધ્યોગને બદનામ કાવ્ય માટે કરેલ આ કૃત્યને જેતપુરના ઉધ્યોગપતિઓ અને એસોસીએસન સખત શબ્દોમાં વખોડે છે અને આવા લોકો કે જે જેતપુરની રોજગારી એન ઉધ્યોગ ઉપર ખતરા સમાન છે તેનો પર્દાફાસ કરીને બે-નકાબ કરે

જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસીએસનના પ્રમુખ શ્રી જેન્તીભાઈ રામોલિયાંના જણાવ્યા મુજબ આ બાબતે પોલીસ ફરિયાદ કરી ને આવા શકસોને પકડીને કડક કાર્યવાહી કરવાની માંગ કરેલ છે, સાથે ભાદર સિંચાઇ વિભાગને પણ કેનાલ ઉપર સખત સુપરવીઝન કરવા સાથે માંગ કરવામાં આવી છે.

બે દિવસ પહેલા ચાંપરાજપૂરથી બોરડી સમઢીયાળા જવાના રસ્તે આવેલી કેનાલમાં કલર યુક્ત પાણી થયું હતું, જે બાબતે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયનના જણાવ્યા મુજબ આ જગ્યા ઉપર કોઈ એસોસિયનમાં જોડાયેલ હોય એવા કાપડના પ્રિન્ટિંગ કારખના આવેલ નથી, ગત રોજ બનેલ ઘટનાને પગલે કેનાલનું પાણી જે કલર યુક્ત થયેલ ત્યારે કેનાલના પાણીમાં કલરનું ડ્રમ પણ કેનાલના પાણીમાં તણાઈ રહેલ એક કારખાના માલિક દ્વારા જોવામાં આવેલ અને તે ડ્રમને બહાર કાઢવામાં આવ્યું હતુ.. જે જોતાં ભાદરની કેનાલને કલર યુક્ત કરીને પ્રદૂષિત કરવાનું કૃત્ય કોઈ અજાણ્યા શખ્સોએ કરેલ છે અને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયસનને બદનામ કરવાનું કામ કરેલ છે. તો આવા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવે છે. – તેમ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસીએસનના પ્રમુખ જંયતિભાઈ રોમેલિયાએ જણાવતા વધુમાં ઉમેર્યું હતુ કે આ ઘટના બાદ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયાએન દ્વારા કેનાલ ઉપર વધુ કડક સુપરવીઝન કરવા માટે અનુરોધ કરવામાં આવે તે ઇચ્છીય છે. તો આ સાથે ભાદર ઇરિગેશન વધુ સજાગ થઈને જાહેર આરોગ્ય સામે જોખમરૂમ, આ પાણીથી પિયત કરતાં ખેડૂતોના પાક સાથે ખિલવાડ કરી રહેલા આવા કૃત્યો કરતાં શખ્સોને પકડીને કડક કાર્યવાહી કરવા વિનંતી કરીએ છીએ.