૧ મે મહારાષ્ટ્ર દિવસ ઉપર આતંકવાદી હુમલાની આશંકા,કલમ ધારા ૧૪૪ લાગુ

મુંબઈમાં ૧ મેના રોજ મહારાષ્ટ્ર દિવસના અવસર પર આતંકવાદી હુમલો થવાની આશંકા જતાવાઈ રહી છે. પરેડ દરમિયાન આતંકવાદી અને અસામાજિક તત્વો હુમલો કરી શકે છે તેવી માહિતી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શિવાજી પાર્કની એર સ્પેસનો ઉપયોગ આતંકવાદી હુમલા માટે થઈ શકે છે. જોખમને ધ્યાનમાં રાખીને કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ સાથે દાદર, શિવાજી પાર્ક, માહિમ અને વરલીના ચાર પોલીસ સ્ટેશનોની હદને ‘નો-ફ્લાઈંગ’ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. શિવાજી પાર્કમાં આયોજિત પરેડ દરમિયાન આતંકી હુમલો થઈ શકે છે. આ માટે આતંકવાદીઓ શિવાજી પાર્કનો એરસ્પેસ તરીકે ઉપયોગ કરી શકે છે. માનવામાં આવે છે કે જો આ હુમલો થશે તો મોટી સંખ્યામાં લોકોના મોત થઈ શકે છે. જાહેર અને સરકારી સંપત્તિને પણ નુકસાન થઈ શકે છે. ૧ મેના રોજ મુંબઈના શિવાજી પાર્કમાં પરેડ યોજાવાની છે. એટલા માટે આતંકવાદીઓએ આ સ્થળ અને તારીખ પસંદ કરી છે.આતંકવાદી હુમલાના કાવતરાને કારણે ક્ષેત્રમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. ગુપ્તચર વિભાગ તરફથી મળેલા ઈનપુટ બાદ શિવાજી પાર્કની આસપાસના વિસ્તારને નો-ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ વિભાગની ટીમો પણ સંપૂર્ણ સતર્ક થઈ ગઈ છે. ત્યાંથી પસાર થતા દરેક શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે મુંબઈને દેશની આર્થિક રાજધાની કહેવામાં આવે છે. ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ સરહદ પારથી આવેલા આતંકવાદીઓએ મુંબઈમાં મોટો આતંકવાદી હુમલો કર્યો હતો. મુંબઈની તાજ હોટેલ, નરીમાન હાઉસ અને ઓબેરોય હોટલમાં આતંકવાદીઓએ ગોળીઓથી હુમલો કરીને અનેક લોકોની હત્યા કરી હતી. આ આતંકી હુમલા બાદ મુંબઈ સંપૂર્ણપણે હચમચી ગયું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ મુંબઈના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છત્રપતિ શાહુજી ટર્મિનસ પર મુસાફરોને પણ નિશાન બનાવ્યા હતા. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને અનેક મુસાફરોની હત્યા કરી નાખી હતી.