અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા જામનગર ખાતે ‘સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

જામનગરઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા આયોજિત દિકરીબાના જીવન ઘડતર માટેની એક શિબિર તારીખ 16 જુલાઈને રવિવારના રોજ જામનગર ખાતે આયોજિત કરવામાં આવી હતી. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સંસ્થાના પ્રણેતા ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં અને સંસ્થાના અધ્યક્ષ દિપકસિંહ ઝાલાના તથા મહિલા અધ્યક્ષા દશરથબા પરમારના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. રાજપૂત સમાજના વ્યાવસાયિક ક્ષેત્રે જેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે તેવા સરદારસિંહ જાડેજા વિશેષ રીતે આ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રીતે આ શિબિરને સફળ બનાવવા માટે જિલ્લા પ્રદેશ પ્રભારી દિલીપસિંહ જેઠવા તથા મહિલા સંઘના પ્રમુખ ઉમાબા ગોહિલે અથાગ મહેનત અને જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે જામનગર ધારાસભ્ય રિવાબા જાડેજા વિશેષ ઉપસ્થિત હતા અને સમાજની દિકરીબાઓને પ્રેરણા સ્ત્રોત ઉદ્બોધન આપ્યું હતું. જયદેવસિંહ ગોહિલે સંસ્થાનો પરિચય આપ્યો. પી.એસ.જાડેજા તથા ઘનશ્યામસિંહ ઝાલાએ દીકરીબાના જીવન ઘડતરના પ્રેરણાદાયક સંબોધન થકી પ્રસંગોચિત પ્રસંગો પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે દશરથબા પરમારે દિકરીબાના જીવન મૂલ્યો અને જીવનમાં આવનાર પ્રશ્નોને સૂઝ,બુઝ અને નબળા વિચાર કર્યા વિના હિંમત હાર્યા વિના સમસ્યા હલ કરી પિયર પાછાના આવી આદર્શ પુત્રી અને પુત્રવધૂ બની પિયર અને સાસરા પક્ષનું નામ રોશન કરવાનું ભાથું પીરસ્યું હતુ. મોરબી પ્રમુખ જયશ્રીબા ઝાલાએ દિકરીબાના જીવનમાં પરિવારનું મહત્વ કેટલું ઉંચ્ચ હોય છે, પરિવારમાં દિકરીબા કેટલા સુરક્ષિત છે તેના પર વિશેષ ભાર આપી પ્રકાશ પાડ્યો. દિલ્હી  સાંસદભવનમાં સંસ્કૃતિ પર જોરદાર વક્તવ્ય આપી નામના પ્રાપ્ત કું. જાહ્નવીબા ચુડાસમાએ રાજપૂતાણી કેવા હોય, પહેવેશનું મહત્વ, સંસ્કારનું મૂલ્ય સમજાવ્યું હતુ. આંતર રાષ્ટ્રીય અઘ્યક્ષ પી.ટી.જાડેજાએ પુત્રવધૂને પણ દિકરીબા સમાન ગણી કુટુંબ ભાવના જાળવવી જોઇએ તેમ તમામ ઉપસ્થિતોને સુંદર રજુઆત કરી હતી.

કું.ધારાબા જાડેજાએ શિહિદ વીર દિલીપસિંહ ચૌહાણના ધર્મપત્નીની ખુમારીની વાત કરી શિબિરમાં ઉપસ્થિત તમામને ભાવુક કરી દીધા. ડો.જયેન્દ્રસિંહ જાડેજાએ પ્રસંગોચિત, ખરા અર્થમાં દિકરીબાના જીવન ઘડતરની તેમના ઉચ્ચ આદર્શો, ઇતિહાસમાં રાજપુતાણીનું મૂલ્ય, દિકરીબાની ફરજો અને હક્કની વાત કરવાની સાથે દિકરીબાઓને કાર્યક્રમના સુંદર આયોજન બદલ જામનગરની ટીમને ધન્યવાદ પાઠવ્યા હતા. વનરાજસિંહે ટેકનિકલનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવો જોઇએ તે વિષ્ય પર પ્રકાશ પાડ્યો હતો.

ડો. જયેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ઇતિહાસની ડોક્યુમેંટ્રી બનાવી તેના દ્વારા ઉજળા ઇતિહાસને  વ્યક્તિ-વ્યક્તિ સુધી પહોંચાડવાની તૈયારી દર્શાવી હતી. ડૉ.પ્રફુલ્લાબા જાડેજાએ દિકરીબાના સ્વાભિમાનની વાત કરી હતી, તો સાથે કું. એકતાબા ઝાલા દ્વારા લેખિત નાટકને સુંદર ડાયરેકશન આપી અદભુત રજુઆત કરાવી હતી. જ્યોતિબા જાડેજાએ પણ દિકરીબાના સમર્પણના ભાવની સુંદર રજુઆત કરી. હર્ષાબા ગોહિલે મહિલાના જીવનમાં ગૃહ ઉદ્યોગનું મહત્વ અને કઈ રીતે શીખાય તેની વિશેષ વાત કરી બહેનોને પગભર થાવાની  જાણકારી આપી.

 

 

 

કુટુંબ-પરિવારને વર્ષો સુધી જોડી રાખ્યા હોય તેવા સાચા અર્થમાં રાજપૂતાણી રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતુ. હર્ષાબા સાવજુભા જાડેજા-જાબીડા, કુનંદનબા જાડેજા-વડોદરા, પદમાબા ઝાલા-માંથકનું વિશેષ સન્માન આ શિબુર ખાતે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે દાતાશ્રીઓને પણ સમ્માનિત કરવામાં આવી હતી.  120 દિકરીબાઓના ફોર્મ ભરનાર ગીતાબા જાડેજા, 70 ફોર્મ ભરનાર પ્રતીક્ષાબા જાડેજા, 55 ફોર્મ ભરનાર ધ્રોળના મહિલા સંઘના પ્રમુખ સ્વરૂપબા જાડેજાને ધન્યવાદ પાઠવી તેમની કાર્યભાવનાને બિરદાવવામાં આવી હતી.

આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવો મહેન્દ્રસિંહ પરમાર, રૂદ્રદત્તસિંહ વાઘેલા, જ્યોતીન્દ્રસિંહ જાડેજા, યુવા પાંખના ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા મહિલા સંઘના ઉપાધ્યક્ષા જયશ્રીબા જાડેજા રાજકોટના 6 બહેનો સાથે, ધોરાજીથી પ્રકાશબા 4 બહેનો સાથે, વડોદરાથી ત્રણ બહેનો, પોરબંદરના પ્રમુખથી ધર્મિષ્ઠાબા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે ચંદ્રિકાબાએ દરેક મહાનુભાવોનો વ્યક્તિગત, દરેક કાર્યકરો, હોદ્દેદારો,દાતાશ્રીઓ, વક્તાશ્રીઓ અને ખાસ કરીને 600ની આસપાસ દિકરીબાઓ તથા 100થી વધારે બહેનો પધાર્યા હતા તે દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.