કચ્છમાં ૨.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
રાજ્યમાં વારંવાર ભૂકંપની ઘટના બનતી હોય છે. આજે બપોરે ૧.૧૯ કલાકે કચ્છમાં ૨.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ છે. જે કચ્છથી ૧૩ કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ આવેલુ છે. આ અગાઉ ૧૪ જુલાઈના રોજ કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે કચ્છના ખાવડા નજીક પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો. કચ્છના ખાવડામાં લગભગ ૧૨.૧૬ કલાકે ખાવડા નજીક ૩.૦ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ખાવડાથી લગભગ ૩૫ કિમી દૂર નોર્થ વેસ્ટ બાજુ નોંધાયુ હતુ.