AICTE

ભારતીય ભાષાઓમાં એન્જીનિયરિંગ અભ્યાસક્રમને સુલભ બનાવવા માટે એઆઈસીટીઈએ કરી ચર્ચા, માતૃભાષામાં તકનીકી શિક્ષા રોડમેપનું લક્ષ્ય

નવી દિલ્હીઃ અખિલ ભારતીય તકનીકી શિક્ષા પરિષદ (એઆઈસીટીઈ)એ શુક્રવારે 15 જુલાઈ, 2022ના રોજ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020ના અમલ પર એક દિવસીય સમ્મેલનઃ’ ‘ભારતીય ભાષાઓમાં એન્જિનીયરિંગ શિક્ષણની સુવિધા’નું આયોજન કરવામાં આવ્યું.

ચર્ચાનો મૂળ ઉદ્દેશ ભારતીય ભાષાઓમાં તકનીકી શિક્ષણના સંદર્ભમાં જાગરૂકતા ફેલાવવા માટે ટેક્નોલિકલ યુનિવર્સિટીના કુલપતિઓ, એનઆઈટીના ડાયરેક્ટર્સ અને ભારતીય રાષ્ટ્રીય એન્જિનીયરિંગ એકેડમી (આઈએએઈ) જેવી સંસ્થાઓ સાથેની વાતચીતે પ્રોત્સાહિત કર્યા. રાષ્ટ્રીય શિક્ષણ નિતી (એનઈપી) 2020 અંતર્ગત એઆઈસીટીઈ દ્વારા તમામ મુખ્ય સ્વદેશી ભાષાઓમાં એન્જિનીયરિંગ અભ્યાસક્રમને સુલભ બનાવવાનો છે.

ત્રણ નિષ્ણાત પેનલ ચર્ચાનો વિષય હતા, જેમાં માતૃભાષામાં શિક્ષણની ઉત્પતિ અને મહત્વ, યુનિવર્સિટીઝ/ સ્ટેટ ટેક્નિકલ એજ્યુકેશન ડિવિઝન/ નિયમનકારી સંસ્થાઓની ભૂમિકા અને ભારતીય ભાષાઓમાં પરિણામ-આધારિત શિક્ષણને સુલભ બનાવવા માટે ભવિષ્યનો રોડ મેપનો સમાવેશ થતો હતો. ભારતીય ભાષાઓમાં શિક્ષણ પરના આ વિષયો દિગ્ગજોના વિચાર ટેક્નિકલ પ્રદાન કરવા માટે એક સક્ષમના રૂપમાં હતા.

“ભાષા અંતિમ વ્યક્તિ સુધી પહોંચવા અને વિદ્યાર્થીઓને પોતાની ભાષામાં શ્રેષ્ઠ શીખવાનો આત્મવિશ્વાસ આપવાનું એક શક્તિશાળી માધ્યમ છે. ભાષા શીખવામાં બાધારૂપ ન હોવી જોઇએ. પહેલા વર્ષ બાદ, અમે એન્જિનીયરિંગના બીજા અને આગળના વર્ષો માટે ભારતીય ભાષાઓમાં પોતાના અનુવાદ અને લેખનમાં ઝડપ લાવી રહ્યાં છે. જેમ-જેમ વિષયોમાં વિવિધતા આવી જઇ રહી છે, આ અભિયાન વધુ તિવ્ર થઇ રહ્યું છે.” એઆઇસીટીઈના અધ્યક્ષ પ્રો. અનિલ ડી. સહસ્ત્રબુદ્ધે જણાવ્યું. 

ભારતીય ભાષાઓમાં અભ્યાસક્રમ સામગ્રીની અનુપલબ્ધતા કોઇની પોતાની માતૃભાષામાં એન્જિનીયરિંગ મોટું વિઘ્ન છે, જેનો સામનો કરવા માટે અમે મૂળ પુસ્તક લેખન અને અનુવાદ શરૂ કર્યા છે. ભારતીય ભાષાઓમાં એન્જિનીયરિંગ માટે અભ્યાસક્રમ સામગ્રી પુરી પાડવા માટે એઆઈસીટીઈએ 12 અનુસૂચિત ભાષાઓ – હિંદી, મરાઠી, બંગાળી, તેલુગુ, ગુજરાતી, કન્નડ, પંજાબી, ઓડિયા, અસમિયા, ઉર્દૂ અને મલયાલમમાં પુસ્તક લેખન અને અનુવાદની શરૂઆત કરી હતી. – તેમ પ્રો. રાજીવ કુમાર, સભ્ય સચિવ, એઆઈસીટીઈએ જણાવ્યું હતુ.

એઆઈસીટીઈએ અંગ્રેજીમાં બીજા વર્ષની અભ્યાસક્રમ સામગ્રી વિકસિત કરવા અને 12 ભારતીય ભાષાઓમાં તેના અનુવાદ માટે 18.6 કરોડ રૂપિયાનું બજેટ નિર્ધારિત કર્યું છે.

આ સાથે જ, યુનિવર્સિટીના મોરચે આંધ્રપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ જેવા 10 રાજ્યોની 40 સંસ્થાઓ એક કે વધુ વિષયોમાં એન્જિનીયરિંગ શિક્ષણ શરૂ કરવા માટે આગળ આવી છે. તેમાંથી છ ભારતીય ભાષા બંગાળી, હિન્દી, કન્નડ, મરાઠી, તમિલ અને તેલુગુ શામેલ છે. શૈક્ષણિક વર્ષ 2022-23માં વિદ્યાર્થીઓની કુલ પ્રવેશ ક્ષમતા 2070 નક્કી કરવામાં આવી છે.

IGNOU, આઈઆઈટી કાનપુર, એનઆઈટી નાગાલેન્ડ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને IIITDM જબલપુર સહિત વિવિધ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો, ડિરેક્ટરો અને પ્રોફેસરોએ પેનલિસ્ટ તરીકે કાર્યક્રમમાં હાજરી આપી હતી.