નાના એકમો માટેના સીઇટીપીનો લાભ લેવા થનગની રહેલા મોટા એકમો

ટેક્નિકલ કમિટીમાં જીપીસીબીના અધિકારીનો સમાવેશ કયા કારણોસર કરવામાં ના આવ્યો તે બન્યો ચર્ચાનો વિષય

કાગળ પર કમ્પાઉન્ડ વોલ પરથી કચરો ફેંકવાના કારણે નુકસાન?

અગાઉ પર્યાવરણ ટુડે દ્વારા પ્રકાશિત કરેલ સમાચારો દ્વારા જણાવવામાં આવેલ છે કે નાના એકમો માટે બનાવવામાં આવેલ દાણીલીમડા સ્થિત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ સીઇટીપીનો ગેરલાભ મોટા એકમો દ્વારા લેવામાં આવે છે. આ મોટા એકમોના સીઈટીપીની ક્ષમતા કરતા વધુ પાણી છોડવાના કારણે ગંદુ પાણી ટ્રીટ કર્યા વગર નદીમાં છોડવામાં આવતું હતું. ક્ષમતા કરતા વધુ જથ્થો સીઈટીપીમા છોડવામાં આવતા સીઈટીપીને પણ નુકશાન થવા પામેલ, જેને કાગળ પર કમ્પાઉન્ડ વોલ પરથી કચરો ફેંકવાના કારણે નુકસાન થવા પામવાનું જણાવવામાં આવેલ છે.

ટેક્નિકલ કમિટીની રચના હાલ ચર્ચાનો વિષય

AHSPA દ્વારા સીઈટીપીના પારદર્શી અને તાંત્રિક સંચાલન માટે તા. ૦૯.૦૫.૨૦૨૫ના રોજ ચાર તાંત્રિક નિષ્ણાતોની કમિટી બનાવવામાં આવેલ છે, જેમાં ૧) અમિત ધારવા ૨) જી.એચ.ત્રિવેદી ૩) દીપક દાવડા અને ૪) નિશાંત જોશીનો સમાવેશ કરવામાં આવેલ. જેમાં જી.એચ.ત્રિવેદી જીપીસીબીના નિવૃત અધિકારી છે. જ્યારે દીપક દાવડા અને નિશાંત જોશી અનુક્રમે વટવા સીઈટીપી અને નારોલ સીઈટીપી સાથે સંકળાયેલ છે. અમિત ધારવા ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ, ગાંધીનગરમાં ટેક્નિકલ એડવાઇઝર તરીકે સેવા આપી રહ્યા છે. એક ખાનગી સંસ્થા દ્વારા રચના કરવામાં આવેલ કમિટીમાં હાલ વર્ગ-૧ના અધિકારી તરીકે સેવા આપતા અધિકારીનો સમાવેશ કઇ રીતે કરી શકે અને જો કરી શકાતો હોય તો જીપીસીબીના અધિકારીનો સમાવેશ કયા કારણોસર કરવામાં ના આવ્યો, જેવી બાબતો હાલ ચર્ચાનો વિષય બનેલ છે.

કયા કારણોસર જીપીસીબી દ્વારા અપાયું રિવોકેશન?

આ ટેક્નિકલ કમિટીએ આપેલ આભાસી અને તાર્કિક ભલામણો પર જીપીસીબી દ્વારા ૧૯.૦૭.૨૦૨૫ના રોજ રિવોકેશન આપવામાં આવેલ છે. જીપીસીબી દ્વારા સીઇટીપીના ક્લોસર માટે લેવામાં આવેલ મુદ્દાઓની AHSPA દ્વારા સંપૂર્ણપણે પૂર્તતા ના કરેલ હોવા છતાં જીપીસીબી દ્વારા અન્ય કારણોવશ રિવોકેશન આપવું પડ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહેલ છે.

AMC તેની AHSPA પાસે લેવાની નીકળતી બાકીની કરોડોની રકમ વસૂલશે?

મોટા એકમો એ તેમની વધારાની ક્ષમતાની મશીનરી દૂર કર્યા હોવાનું કોઈ સરકારી સંસ્થા કે જીપીસીબી દ્વારા નહીં પરંતુ AHSPA દ્વારા ચકાસાયેલ છે, જેના આધારે જીપીસીબી દ્વારા રિવોકેશન આપવામાં આવેલ છે. જીપીસીબી એ હવે બોલ AMCના કોર્ટમાં નાખી દીધો છે. હવે જોવાનું રહ્યું કે AMC તેના AHSPA પાસે લેવાની નીકળતી બાકીની કરોડોની રકમ હાલ વસૂલ્યા વગર મોટા એકમોના લાભાર્થે હાલ સીઈટીપી ચાલુ કરવાની મંજૂરી આપે છે કે નહીં?

એનજીટી સમક્ષ એએમસીને સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ

હાલમાં AHSPA CETP મુદ્દે માનનીય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ચાલી રહેલ કેસમાં માનનીય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને નિર્દેશ આપવામાં આવેલ છે કે આગામી તારીખે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ સભ્ય આ ટ્રિબ્યુનલ સમક્ષ હાજર રહે અને બે અઠવાડિયામાં આ બાબતે તેમનો જવાબ સોગંદનામું રજૂ કરે. જો આમ ન થાય તો ટ્રિબ્યુનલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને કારણ દર્શાવવા માટે વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપશે.

File: Photo

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news