ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ૯૨૨૮ કરોડની જોગવાઈ

રાજયના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરનાર ઉદ્યોગ ક્ષેત્ર ઉત્તરોત્તર પ્રગતિ કરે, તે સરકારનો ધ્યેય છે. રાજયમાં ઔદ્યોગિક વિકાસના જૂના ક્ષેત્રો સાથે નવીન તકનીકી ક્ષેત્રો પણ વિકાસ પામી રહ્યાં છે. એડવાન્‍સ મેન્યુફેકચરિંગ, ડિજિટલ ટેકનોલોજી, ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્સ, એરક્રાફટ મેન્યુફેકચરિંગ જેવા ક્ષેત્રોમાં વૈવિધ્યસભર ઔદ્યોગિકીકરણ દ્વારા આર્થિક સમૃદ્ધિનું સર્જન કરવા સરકાર સતત આગળ વધી રહી છે. ન્યુએજ ઇન્‍ડ્રસ્ટીઝ થકી ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહિત કરી આત્મનિર્ભર ભારત બનાવવા સરળ નીતિઓ, નાણાકીય પ્રોત્સાહન અને કાયદાકીય મંજૂરીઓમાં સરળતા માટે અમારી સરકાર દ્વારા પગલાં લેવામાં આવશે. સ્પેસ સેક્ટરને લગતી અર્થવ્યવસ્થાના વિકાસ માટે ખોરજ, અમદાવાદ ખાતે તબક્કાવાર ‘Manufacturing Hub’ બનાવવામાં આવશે.

  • ટેક્સટાઈલ નીતિ હેઠળ ટેક્સટાઈલ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે `૧૬૦૦ કરોડની જોગવાઈ.
  • સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને આત્મનિર્ભર ગુજરાત નીતિ અંતર્ગત પ્રોત્સાહન માટે `૧૫૫૦ કરોડની જોગવાઈ.
  • મોટા કદના ઉદ્યોગોને પ્રોત્સાહન માટે `૧૧૪૫ કરોડની જોગવાઈ.
  • ઔદ્યોગિક વસાહતોના ટ્રીટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા અને માળખાકીય સગવડોનો વિકાસ કરી ડીપ-સી પાઇપલાઇનો નાખવા માટે `૪૪૦ કરોડની જોગવાઇ.
  • સ્ટાર્ટઅપની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા યોજનાકીય કામગીરી માટે `૧૨૦ કરોડની જોગવાઈ.
  • લોજિસ્ટીક ખર્ચ ઘટાડવા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ, રફાળેશ્વર અને જૂના બેડી પોર્ટ ખાતે વિકસિત કરવા `૧૦૦ કરોડની જોગવાઈ.
  • GIDC વસાહતોના સુદ્રઢીકરણ માટે તેમજ પ્લગ એન્ડ પ્લે સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક જેવા કે બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઈસીસ પાર્ક, ઈમીટેશન જ્વેલરી પાર્ક વિકસાવવા માટે `૧૩૬ કરોડની જોગવાઈ.
  • લોજિસ્ટીક ફેસિલિટીમાં વધારો કરવા ઔદ્યોગિક અને આંતરિક માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા `૨૫ કરોડની જોગવાઈ.
  • સરક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવા, ઔદ્યોગિક પ્રદૂષિત પાણીને રિસાયકલ કરવા, કોમન સ્પ્રે ડ્રાઈંગ સિસ્ટમ ઊભી કરવા તેમજ હવા-પાણીના પ્રદૂષણ માટેની મોનિટરીંગ સિસ્ટમ ઊભી કરવા માટે `૯૦ કરોડની જોગવાઈ.
  • ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયોન ખાતે વિવિધ આંતરમાળખાકીય કામો ઉપરાંત સામાજિક સવલતો ઉભી કરવા માટે `૬૨ કરોડની જોગવાઈ.
  • ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર એમ.એસ.ઈ. યોજના અંતર્ગત યુવા તથા મહિલા ઉદ્યોગસાહસિકો તેમજ MSME ને કોલેરેટરલ ફ્રી લોન આપવા માટે કોર્પસ ફંડ ઉભુ કરવા `૨૫ કરોડની જોગવાઈ.
  • નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સુવિધા આપવા અને સિન્થેટીક ડાયમંડના વિકાસ માટે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા `૭ કરોડની જોગવાઈ.

કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ

  • One District One Product (ODOP) સહાય યોજના અંતર્ગત કારીગરોના સર્વાંગી વિકાસ માટેનું આયોજન.
  • પી.એમ.વિશ્વકર્મા યોજના સાથે સમરૂપતા જાળવવા અને માનવ કલ્યાણ/ગરિમા યોજનાને વધુ અસરકારક બનાવવાનું આયોજન.
  • શ્રી વાજપાઇ બેંકેબલ યોજના અન્વયે ૪૨ હજાર લાભાર્થીઓ માટે ધિરાણ અને સબસીડી સહાય આપવા `૨૬૨ કરોડની જોગવાઇ.
  • માનવ કલ્યાણ યોજના અન્વયે વિવિધ ટ્રેડ માટે અંદાજિત ૩૫ હજાર લાભાર્થીઓ માટે `૫૩ કરોડની જોગવાઇ.