વિશ્વ બેન્ક દ્વારા જાહેર એક રિપોર્ટેમાં ગ્લોબલ વોર્મિંગની અસરથી ભારતની ચિંતા વધારી

વિશ્વની સાથે સાથે ભારતમાં પણ ગ્લોબલ વોર્મિંગના કારણે ખતરનાક ગરમી અને લૂથી લોકો ઝઝૂમી રહ્યા છે. વિશ્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટે ભારતની ચિંતા વધારી દીધી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, વર્ષ ૨૦૩૭ સુધી ભારતમાં કુલિંગની માગ હાલના સ્તર કરતા આઠ ગણી વધી જશે. એટલે કે દર ૧૫ સેકન્ડે એક નવા એર કંડીશનરની ડિમાન્ડ રહેશે. જેનાથી આગામી બે દાયકામાં વર્ષભરમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ૪૩૫ ટકાનો વધારો થશે. આ ખતરનાક ગરમી નિવારણ માટે અને પરિવેશને ઠંડુ રાખવા માટે એક સ્થાયી રણનીતિની જરુર છે.

વિશ્વ બેંકના તાજા રિપોર્ટ અનુસાર, તેનાથી ન ફક્ત દેશમાં રોજગારના અવસરો ઊભા થશે, પણ ઉત્સર્જનને ઘટાડવામાં પણ મદદ મળશે, આ ઉપરાંત ૨૦૪૦ સુધીમાં ૧.૬ ટ્રિલિયન ડોલરના રોકાણના દરવાજા પણ ખુલી શકે છે. અલગ અલગ વૈજ્ઞાનિકોના અધ્યયનોનો ઉલ્લેખ કરતા વિશ્વ બેન્કે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, દેશભરમાં ૨૦૦ મિલિયનથી વધારે લોકો વર્ષ ૨૦૩૦ સુધી ઘાતક ગરમીનો સામનો કરશે. સાથે જ લગભગ ૩૪ મિલિયન લોકોને ગરમીથી તણાવ સાથે કામ કરવાની ક્ષમતામાં ઘટાડાના કારણે નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે. રિપોર્ટમાં આગળ કહેવાયું છે કે, આ દરમિયાન ખાદ્ય પદાર્થોનું નુકસાન પણ વધશે. તેના પરિવહન દરમિયાન ખાદ્ય પદાર્થ ખરાબ થવાની આશંકાના કારણે નુકસાન વાર્ષિક ૧૩ અબજ ડોલરની નજીક પહોંચી જશે. ભારતમાં વિશ્વ બેન્કના કંટ્રી ડાયરેક્ટર અગસ્ટે તાનો કૌમેએ કહ્યું કે, ભારતને સ્થાયી ઠંડું કરવાની રણનીતિ જીવન અને આજીવિકાને બચાવવામાં મદદ કરી શકે છે. સાથે જ તે કાર્બન ઉત્સર્જનને ઘટાડી શકે છે અને ભારતના પર્યાવરણને અનુકૂળ કરવા માટે એક વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરી શકે છે. આપને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકારે ઈમારતોને અંદરથી ઠંડી કરવા માટે ઈનડોર કુલિંગ અને કોલ્ડ ચેન, કૃષિ અને ફાર્માસ્યૂટિકલ્સ સહિત અલગ અલગ ક્ષેત્રોમાં સ્થાયી રીતે ઠંડુ કરવાના ઉપાયો માટે ઈંડિયા કૂલિંગ એક્શન પ્લાન લોન્ચ કર્યો હતો.