વલસાડ જીલ્લાના વાપી ખાતે જીઆઈડીસીમાં એક બંધ ગોડાઉનમાં ભીષણ આગ લાગી
વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલા શાંતા ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી વીબીએલ પેકેજિંગ કંપનીના બંધ ગોડાઉનમાં રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ ગોડાઉન સંચાલક અને વાપી ફાયર ફાઈટરની ટીમની મદદ લેવામાં આવી હતી. વાપીના ૩ ફાયર ફાઈટરની ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ગોડાઉન બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું કરણ હજુ જાણી શકાયું નથી.
વલસાડ જિલ્લાના વાપીના શાંતા ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વીબીએલ પેકેજિંગ કંપનીના બંધ ગોડાઉનમાં રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. બંધ ગોડાઉનથી આગની ભયાનક જ્વાળાઓ બહાર દેખાતા સ્થાનિક લોકો અને રાહદારીઓને ઘટનાની જાણ થતાં ગોડાઉન સંચાલકને બનાવની જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે ઈમરજન્સી રેસ્ક્યુ ફોર્સ ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોએ સતર્કતા દાખવી ઘટનાની જાણ વાપી ફાયર ફાઇટરની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
ઘટના સ્થળે તાત્કાલિક ૩ ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગોડાઉન બંધ હોવાથી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ગોડાઉનમાં પેપર અને પુઠ્ઠાનો જથ્થો હોવાથી ફાયર ફાઈટરની ટીમે આગ ઉપર કાબુ મેળવવા વધારે જહેમત ઉઠાવી પડી રહી છે. આગ લાગવાનું કરણ જાણી શકાયું નથી