પાઈપની ફેકટરીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી

આગની ઘટના અંગેની જાણ કરતા પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમના કેમ્પટન મુકેશભાઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે ત્યાં સુધી આગે ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કરી લેતા હિંમતનગર અને તલોદની ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. આગની ઘટના દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી.

તલોદ જી.આઇ.ડી.સી.માં આવેલ એક ફેકટરીમાં મોડી રાત્રે શોટસર્કિટના કારણે આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેના કારણે ફેકટરીમાં કામ કરતા લોકો તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે પ્રાંતિજ, હિંમતનગર અને તલોદની ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે તલોદ જી.આઈ.ડી.સી.માં વાસાની પોલીમર્શ નામની મધ્ય રાત્રિમાં ઇલેક્ટ્રિક શોટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી. જેના કારણે સ્થાનિક લોકો અને આજુબાજુના ફેકટરીમાં કામ કરતા કામદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ ફેકટરીના માલિકને તથા મેનેજરને જાણ કરવામાં આવી હતી. જોકે શોટસર્કિટના કારણે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા.