લીમડીમાં કરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગી

લીમડીના મોઢિયાવાડમાં એક દુકાનમાંથી ધુમાડા નીકળતાં જોઇને ઉમંગકુમારને જાણ કરાઇ હતી. દોડી ગયેલા લોકોએ આગ ઉપર કાબૂ લેવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓ સફળ રહ્યા ન હતાં. આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતાં લાશ્કરોને જાણ કરાઇ હતી. દાહોદ અને ઝાલોદથી ધસી ગયેલા લાશ્કરોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ચાર મોટા અને ત્રણ નાના ફાયર ફાયટર પાણીનો મારો કર્યા બાદ અરસામાં આગ કાબૂમાં આવી હતી.

પાણીના સતત મારાને કારણે આસપાસના ઘરોમાં નુકસાન થતું બચ્યુ હતું. ઘટના પગલે આગ લાગી હતી તેની આસપાસના દસ ઘરોની લાઇટો બંધ કરી દેવાઇ હતી. સમય સુચકતા વાપરીને પાડોશીઓ પણ ઘર બહાર નીકળી ગયા હતાં. આગને કારણે સામાન સહિત આખી દુકાન ખાક થઇ જતાં ઉમંગકુમારને મોટુ આર્થિક નુકસાન થયું હતું. આગની આ ઘટનાથી આખા લીમડી નગરમાં ખળભળાટ મચી ગયો હતો. કરિયાણાની દુકાનમાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઇ હતી.

વિકરાળ બનેલી આગ ઉપર લાશ્કરોએ પાણીનો મારો કરતાં કાબૂમાં આવી હતી. લીમડીના મોઢિયાવાડમાં ઉમંગકુમાર મોઢિયાની કરિયાણાની દુકાન છે. અરસામાં દુકાન બંધ કરીને ગયા હતાં.જોકે, તે દરમિયાન દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી.