ભુજની બેંકર્સ કોલોનીના એપાર્ટમેન્ટની ખાનગી ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
જિલ્લા મથક ભુજના હાર્દસમાં જ્યુબિલી સર્કલ પાસેની બેંકર્સ કોલોનીના ક્ષયરાજ એપારમેન્ટમાં ગ્રાંઉડ ફ્લોર પર આવેલી ખાનગી ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ઉઠી હતી. ૫ માલની બિલિન્ડમાં અચાનક આગના ધુમાડા જોવા મળતા આસપાસના રહેવાસીઓમાં દોડધામ મચી ગઇ હતી અને તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. અગ્નિશમન દલ દ્વારા તાકીદે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. અતિ ભીડભાડ વાળા વિસ્તારમાં આગના પગલે ચિંતા વ્યાપી ગઈ હતી.
જોકે આગ કાબુમાં આવી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. શહેરના જ્યુબિલી સર્કલ પાસે આવેલા એપાર્ટમેન્ટના ગ્રાન્ડફ્લોરમાં આવેલી ખાનગી વ્યવસાયની ઓફિસમાં આગ લાગી ઉઠી હતી. આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટના સંભવિત શોર્ટ સર્કિટના કારણે બની હતી.
રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં બનેલી આગની બિનાથી એક સમયે હડકંપ મચી ગયો હતો, જોકે ફાયર વિભાગના બે લાય બંબા દ્વારા તાકીદે આવી પહોંચી ધુમાડા વચ્ચે આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.