જામનગરની હોટલ એલેન્ટોમાં આગ ફાટી નીકળી

જામનગર-ખંભાળિયા હાઈવે પર સિક્કા પાટિયા નજીક આવેલી હોટલ એલેન્ટોમાં રાત્રિના આગ ફાટી નીકળી હતી. ગણતરીની જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી હોટલમાં ફેલાઈ ગઈ હતી. આગના કારણે હોટલમાં રહેલા લોકોમાં અફરાતફરી મચી હતી. જેમાં રસોઇયાઓની મદદથી અને ફાયર એલાર્મ વાગતાં હોટલમાં રોકાયેલા ૨૭ લોકો સલામત રીતે બહાર નીકળી ગયા હતા. જોકે, બે-ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

હોટલમાં કુલ ૩૬ રૂમ આવેલા છે. જેમાંના ૧૮ રૂમમાં લોકો રોકાયા હતા જ્યારે અન્ય રૂમો ખાલી હતા. આગ લાગતા હોટલનું ફાયર એલાર્મ ગુંજી ઉઠ્‌યું હતું. જેથી તમામ લોકો હોટલની બહાર દોડી આવ્યા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગની ઘટનાના પગલે તેઓને ત્યાં હોસ્પિટલમાં સારવાર માટેની તમામ વ્યવસ્થા કરવા કહેવાયું હતું. જેથી હોસ્પિટલમાં સારવાર માટેની જરુરી વ્યવસ્થા કરી રાત્રિના ડોકટર, નર્સિંગ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો.

જામનગરની એલેન્ટો હોટલમાં વિકરાળ આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે હોટેલમાં ૨૭ લોકો હાજર હતા. જે તમામનો આબાદ બચાવ થયો હતો. આ આગમાં તમામ લોકોનો જીવ બચાવવામાં હોટેલના રસોઇયાઓનો મહત્વનો ફાળો હતો. આગ લાગતાં નેપાળી રસોઇયાઓએ પોતાની સુઝબુઝથી સૌ પ્રથમ ગેસના સિલિન્ડ બહાર ફેકી દીધા હતા. જેથી આગ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે અને ત્યારબાદ એક બાદ એક ગેસ્ટને પાછળના દરવાજાથી બહાર કાઢ્યા હત હોટલ એલેન્ટોમાં આગની ઘટના બની ત્યારે હોટલના કિચનમાં કામ કરતા નેપાળી યુવકોએ તુરંત ગેસના સિલિન્ડર બહાર ફેકી દીધા હતા. આ અંગે કુક ડિપાર્ટમેન્ટના અજીત થાપા નામના યુવકે જણાવ્યું હતું કે, જ્યારે આગ લાગી ત્યારે હું કિચનમાં હતો. શોક શર્કિટ થયાથી આગ લાગ્યાની ૧૦ મિનિટ પછી અમને ખબર પડી. ત્યારે આગ ઘણી ફેલાઇ ગઇ હતી. શરૂઆતમાં અમે અમારી રીતે એસ્ટીંગ્યુઝરની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પણ સફળતા ન મળી. ત્યારબાદ અમે ફાયર વિભાગને જાણ કરી. અમારે જનરેટર બંધ કરવું હતું, પણ તાળાની ચાવી ન મળી જેથી દિવાલ કુદીને જરનેટર બંધ કર્યું અને પછી ગેસના સિલિન્ડર બહાર ફેક્યા. આગળના દરવાજેથી ગેસ્ટ બહાર જઇ શકે તેમ ન હોવાથી અમે પાછળના દરવાજેથી તમામ ગેસ્ટને બહાર કાઢ્યા હતા.