કાલુપુરમાં કાપડની દુકાનોમાં ભીષણ આગથી ૪ દુકાનો ખાક બની
કાલુપુર પાંચકુવા દરવાજા પાસે રેવડી બજાર કાપડ માર્કેટમાં એક દુકાનમાં આગ લાગી હતી. અને જોતજોતામાં બાજુમાં આવેલી દુકાનો આગમાં લપેટાઇ ગઇ હતી. સૌથી પહેલાં તો ત્યાં કોઈપણને આગ લાગી હોવાની જાણ થઈ નથી પરંતુ ત્યાંથી એક પસાર થતા વ્યક્તિને ધ્યાનમાં આવતાં તેણે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. પાંચકુવા ફાયર સ્ટેશન સહિત આસપાસના ફાયર સ્ટેશનની મળી કુલ ૧૩ જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી એક દુકાન ઉપરનો માળ નીચે બેસી ગયો છે. જેના કારણે હજી ધુમાડા નીકળી રહ્યા છે.હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા કાપડ બજાર ના તમામ વેપારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા આગના કારણે દુકાનોમાં રહેલો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. ૧ ડિવિઝનલ ઓફિસર, બે સ્ટેશન ઓફિસર, બે સબ ઓફિસર અને પાંચકુવા સહિત આસપાસના અન્ય ફાયર સ્ટેશનોની મદદથી ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ કલાકની ભારે જહેમત કરી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. પાંચ દુકાનોમાં આગ લાગતાં વેપારીઓને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.અમદાવાદના કાલુપુર વિસ્તારમાં પાંચ કૂવા પાસે આવેલાં રેવડી બજાર માર્કેટ માં કાપડની દુકાનોમાં સવારના સમયે ભીષણ આગ લાગી હતી. ચાર જેટલી કાપડની દુકાનો આગમાં લપેટાઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે. ફાયરબ્રિગેડની ૧૩ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાની કામગીરી કરી હતી. ઘટનાના પગલે કાપડ બજારના વેપારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડ દ્વારા હાલમાં પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ લાગવાના કારણે મોટું નુકસાન થયું છે.