ધોરાજીના વેગડી જીઆઈડીસીમાં તાપણું કરતા આગ લાગી

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે વેગડી GIDC માં આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. GIDC વિસ્તારમાં આવેલ હરિઓમ પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરોએ ઠંડીથી બચવા તાપણું કર્યું હતું જે તણખું ઉડીને બાજુમાં પડેલ રો મટીરિયલમાં પડતા આગ લાગી હરિ જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અચાનક આગ લાગતા ની સાથર કારખાનામાં કામ કરતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને ધોરાજી નગરપાલિકા ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી.

આગ લાગવાની જાણ થતાની સાથે જ ધોરાજી નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ લાગવાના પગલે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ કારખાનેદારને ૧૫થી ૧૭ લાખ રૂપિયાનું નુકસાન થવાનું સામે આવી રહ્યું છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીના વેગડી GIDC ખાતે આવેલ હરીઓમ પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. મોડી રાત્રે પ્લાસ્ટિકના કારખાનામાં આગ લગતા પ્લાસ્ટિકના રો મટીરીયલ જથ્થો સળગી જતા ૧૫થી ૧૭ લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે જો કે ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા ૩ કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો સતત ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.