ગોંડલ ઉદ્યોગનગરમાં પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી

દિવાળી તહેવાર પહેલા જ આગનો બનાવ સામે આવ્યો છે. ગોંડલ ઉદ્યોગનગરમાં પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં રાજકોટના ૨, જેતપુરના ૧ અને ગોંડલના ૩ ફાયર ઘટના સ્થળે પહોંચ્યા હતા.

૩ કલાક સુધી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આશરે ૪ લાખ જેટલું નુકશાન થયું. પ્રાપ્ત વિગતો મુજબ ઉદ્યોગનગરમાં પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનના ગ્રાઉન્ડમાં પડેલ પ્લાસ્ટિકની બોરીઓમાં ફટાકડાનો તણખલો પડતા વિશાળ આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર દેખાયા હતા. લોકોના ટોળે ટોળા એકઠા થઇ જવા પામ્યા હતા.

ગોંડલ, રાજકોટ અને જેતપુરના ફાયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ પર કાબુ મેળવવા માટે ૩ કલાક પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગ લાગવાની ઘટનાને લઈને નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ પ્રવીણભાઈ રૈયાણી, સુધરાઈ સભ્ય અશ્વિનભાઈ રૈયાણી, આસિફભાઈ ઝકરિયા, ફાયર ઓફિસર અને શહેર પોલીસ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.