ભુજના નાળાપા ગામે એક જેસીબી મશીનમાં આગ લાગી ઉઠી હતી
કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હાલ દરરોજ કોઈના કોઈ વાહનમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે. ખાસ કરીને ગઈકાલે બે વાહનોમાં આગની ઘટના બન્યા બાદ નાળાપા પાસે જેસીબીમાં પણ આગ લાગી હતી.
આગને કાબુમાં લેવા માટે ભુજ ફાયર વિભાગના વિશાલ ગઢવી, રમેશ ગાગલ, પ્રતીક મકવાણા અને સોહમ ગોસ્વામીએ જહેમત લીધી હતી.ઉનાળો આકરા રૂપ સાથે સખ્ત તાપ વરસાવી રહ્યો છે, જેની સમગ્ર જનજીવન પર અસર વર્તાઈ રહી છે. જેમાં વાહનો પણ બાકાત ના રહેતા હોય તેમ પ્રતિદિન વાહનોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે.
ભુજ તાલુકાના નાળાપા ગામે એક જેસીબી મશીનમાં આગ લાગી ઉઠી હતી. જેમાં માટીની ખાણમાં કામ કરતાં એક જેસીબી મશીન કોઈ કારણોસર સળગી ઉઠ્યું હતું. જેની જાણ ભુજ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી તુરંત આગને કાબુમાં લીધી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી નહોતી પરંતુ કિંમતી મશીનમાં મોટું નુકસાન પહોંચ્યું હતું.