ડાંગનું માયાદેવી મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું

પૂર્ણા વન્યજીવ અભયારણ્યમાં ડાંગના જંગલમાં આહવા તાલુકાના ભેંસકાત્રી નજીક કાકરદા ગામમાં માયાદેવીનું ગુફા મંદિર આવેલું છે. તે સુરત થી ૯૭ કિલોમીટર અને વ્યારા થી ૩૦ કિલોમીટર દૂર આવેલું છે. આ સ્થાન આહવા અને વ્યારાને જોડતા રસ્તાની વચ્ચે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર પૂર્ણા નદી આ સ્થળે પથ્થરની બનેલી કુદરતી નહેરમાંથી પસાર થાય છે. તેના પર બાંધેલો ચેકડેમ અને તેમાંથી ધોધરૂપે ખીણમાં પડતું પાણી જોવા મળે છે, જે જોવાલાયક છે.

માયાદેવીના દર્શન માટે ભારે માત્રામાં મુલાકાતીઓની ભીડ બની રહે છે. તેઓ માયાદેવીના દર્શન અને પ્રકૃતિનો ભરપૂર આનંદ માણે છે. તેઓ જ્યારે પણ આવે છે તો પાણીની બોટલો,કચરો, પ્લાસ્ટિકની ડીશો વગેરે નદીમાં ફેંકીને જતા રહે છે, જે નદીને દૂષિત કરે છે. જેનાથી પ્રકૃતિને નુકસાન થાય છે અને સ્થળને પણ ખરાબ કરી નાખે છે.

એક દિવસની મુલાકાત માટે નજીકના પ્રવાસન સ્થળ તરીકે આ સૌથી સારું છે, પરંતુ ત્યાં રહેતા આદિવાસીઓ અને વન્યજીવોનું આ સ્થળ ખરાબ નહીં થવું જોઈએ . ઉલ્લેખનિય છે કે હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારાના ફાઉન્ડર અને પ્રમુખ અંકિત ગામીતે આ પહેલા પણ માયાદેવી ખાતે સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું.ગત રોજ હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા અને ડાંગી ટ્રેકર્સ દ્વારા સુપ્રસિદ્ધ માયાદેવી મંદિર ખાતે “કીપ માય ડાંગ ક્લીન” ના પ્રથમ તબક્કા નું સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.