પાકિસ્તાનમાં ઝાફર એક્સપ્રેસમાં થયો બોમ્બ બ્લાસ્ટ, ૨ લોકોના મોત, ૪ લોકો ઘાયલ

પાકિસ્તાનમાંથી એક ભયંકર દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. અહીં ક્વેટા જતી ઝાફર એક્સપ્રેસમાં ગુરુવારે ધમાકો થયો હતો. આ બ્લાસ્ટમાં બે મુસાફરોના મોત થઈ ગયા છે અને ચાર અન્ય ઘાયલ થઈ ગયા છે. બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે ક્વેટા જઈ રહી ઝાફર એક્સપ્રેસ ચિચાવતની રેલવે સ્ટેશનેથી પસાર થઈ રહી હતી. ઝાફર એક્સપ્રેસ પેશાવરથી આવી રહી હતી. વિસ્ફોટ ઝાફર એક્સપ્રેસના ઈકોનોમી ક્લાસના બોગી નંબર ૬માં થયો, જેના પરિણામે બે લોકોના મોત થઈ ગયા અને ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થઈ ગયા હતા. જેમની પાસે હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ કઈ રીતે થયો, તે હાલમાં જાણવા મળ્યું નથી. વિસ્ફોટ કેવી રીતે અને કોણે કર્યો તેને લઈને હાલમાં તપાસ થઈ રહી છે. એક મહિનામાં આ બીજી ઘટના છે, જ્યારે ક્વેટા જઈ રહેલી ઝાફર એક્સપ્રેસને ટાર્ગેટ બનાવીને વિસ્ફોટ કર્યો છે. આ અગાઉ ૩૦ જાન્યુઆરીએ બલૂચિસ્તાનના કાછી જિલ્લામાં માચ વિસ્તાર નજીક ઝાફર એક્સપ્રેસમાં વિસ્ફોટ થયો હતો. જેમાં આઠ મુસાફરો ઘાયલ થયા હતા. જેમાં બે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. અને ટ્રેનના બે ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા હતા.