સુરત શહેરમાં ધુમ્મસની ચાદર : સુરત જાણે હિલ સ્ટેશન હોય તેવું વાતાવરણ

માવઠા બાદ હવે ઠંડીમાં વધારો થશે. આ આગાહીના પગલે આજે સવારથી જ સુરત શહેરનું હવામાન બદલાયુ હતુ. આકાશમાં ચારેબાજુ વાદળોનું સામ્રાજય જોવા મળવાની સાથે ઠંડો પવન ફુંકતા શહેરનું વાતાવરણ હિલ સ્ટેશન જેવુ જાેવા મળ્યુ હતુ.

આવા વાતાવરણના કારણે આજે દિવસનું અધિકતમ તાપમાન ચાર ડિગ્રી ઘટીને ૨૫.૪ ડિગ્રી, લઘુતમ તાપમાન ૧૮.૬ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૫૧ ટકા, હવાનું દબાણ ૧૦૧૧.૯ મિલીબાર અને ઉતર દિશામાંથી કલાકના છ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.  વરસાદ બંધ થવાની સાથે જ હવે ધુમ્મસનું સામ્રાજ્ય શરૂ થયું છે. જેથી હવે વરસાદ નહી પડે પરંતુ આગામી સમયમાં ગરમીમાંથી રાહત મળશે. સાથે જ ઠંડી પણ વધશે.

જોકે,  સવારે ધુમ્મસમાં વોક કરવાની ભારે મજા આવી હતી. ઉંચી ઉંચી બિલ્ડીંગો ધુમ્મસમાં દેખાતી નહોતી અને વિજિબિલિટી પણ ઘટી ગઈ હતી. આમ આજે શહેરીજનોએ ઘરબેઠા જ હિલ સ્ટેશન જેવુ વાતાવરણ માણ્યુ હતુસુરત શહેરના હવામાનમાં ફેરફાર નોંધાતા છેલ્લા થોડા દિવસોથી માવઠાંના વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. ત્યારે આજે સવારે ધુમ્મસના ઓળા ઉતર્યાં હતાં. વહેલી સવારથી શરૂ થયેલા ધુમ્મસમાં વેસુ વિસ્તારની