બ્રિટનમાં પ્રચંડ ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ

હવામાન કાર્યાલયના મુખ્ય કાર્યકારી પ્રોફેસર પેની એન્ડર્સબીએ કહ્યું- આપણે બ્રિટનના ઈતિહાસમાં સૌથી ગરમ દિવસ જાેઈ શકીએ છીએ. તેમણે કહ્યું, મંગળવારે ૪૦ઝ્ર અને તેનાથી વધુની સંભાવના છે, જે ૪૧ કાર્ડ સુધી જઈ શકે છે. કેટલાક મોડલોમાં ૪૩ છે, પરંતુ અમે આશા કરી રહ્યાં છીએ કે એટલી ગરમી હશે નહીં. તેમણે લોકોને ચેતવણીને ગંભીરતાથી લેવાનો આગ્રહ કર્યો હતો. પ્રોફેસર એન્ડર્સબીએ કહ્યું- આ તાપમાન અભૂતપૂર્વ છે અને અમે તેનો સામનો કરવા તૈયાર નથી. ગરમી હજારો લોકોના મોતનું કારણ બને છે, તેથી લોકોને છાયામાં રહેવા, ઠંડા અને હાઇડ્રેટેડ રહેવાની સલાહનું પાલન કરવુ જરૂરી છે.

બ્રિટનમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન ૩૮.૭ C (૧૦૧.૭ F) ૨૦૧૯ માં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. લોકોને ટ્રેન અને કારથી યાત્રા કરવામાં ચેતવણી આપવામાં આવી રહી છે.

ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું કે, નેટવર્ક કેટલાક ભાગ પર… ગરમ હવામાનનું મેનેજમેન્ટ કરવા અને કોઈપણ સંભવિત નુકસાનથી બચવા માટે રેલવે સ્પીડ પ્રતિબંધોની જરૂરીયાત પડી શકે છે. ખુબ ગરમ તાપમાન રેલ, ઓવરહેડ પાવર લાઇન અનિ સિગ્નલિંગ ઉપકરણની સાથે બેન્ડ એન્ડ બકલ ટ્રેકને પ્રભાવિત કરી શકે છે. યુનાઇટેડ કિંગ્ડમમાં આજે ગરમીના તમામ રેકોર્ડ તુટી ગયા છે. આજે અહીં તાપમાન ૩૯.૧ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. યુકેમાં લોકોને ઘરમાં અંદર રહેવાની અને બિન જરૂરી યાત્રાથી બચવાની સલાહ આપવામાં આવી છે. દેશમાં સોમવારનો દિવસ પણ સૌથી વધુ ગરમ રહ્યો હતો. તાપમાન રેકોર્ડ શરૂ થયા બાદ અહીં પ્રથમવાર પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસના નિશાન તરફ વધી રહ્યો છે.

યુકે સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી દ્વારા એક રાષ્ટ્રીય ઇમરજન્સી લાગૂ છે અને હવામાન વિભાગે ગરમીને લઈને પહેલા પોતાનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જે વધુ ગરમીથી જીવન માટે ખતરાની ચેતવણી છે. બુધવારે વરસાદના પૂર્વાનુમાન પહેલા મંગળવારે હીટવેવ ચરમ પર પહોંચી ગયો છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news