પર્યાવરણ દિવસ વિશેષઃ GCCI એન્વાર્યમેન્ટ કમિટીના ચેરમેન યોગેશ પરીખ સાથે વિશેષ મુલાકાત

સમગ્ર દુનિયામાં પર્યાવરણના સંરક્ષણ માટે દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણું જીવન પ્રકૃતિ છે, જેના વિના માનવ જીવન સંભવ નથી. આ તથ્યથી સૌ કોઇ પરિચિત છે, તેમ છતાં પણ મનુષ્ય સતત વિકાસ અને આધુનિકતાના ઝંખનામાં પર્યાવરણને નુક્શાન પહોંચાડી રહ્યો છે. બીજી રીતે કહીએ તો માનવની વિકાસ અને આધુનિકતાની ઝંખના તેને પ્રકૃતિથી ખૂબ જ દૂર લઇ જઇ રહી છે. પ્રકૃતિને નુક્શાન પહોંચાડી રહેલા મનુષ્ય સમયાંતરે તેની નુક્શાન પણ ભોગવે રહ્યો છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં આબોહવા પરિવર્તન તેની સાક્ષી પુરી રહ્યું છે. ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ..

આધુનિકતા અને વિકાસની દોડમાં પૃથ્વી પરથી વૃક્ષોનું નિકંદન થઇ રહ્યું છે, જેથી હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને ગીચ વસ્તી ધરાવતા શહેરો તો ઠીક પણ નાના શહેરોમાં પણ શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. શહેરોમાં રહેતુ માનવ જીવન પ્રકૃતિ અને પર્યાવરણથી દૂર થઇ રહ્યું છે. જેને કારણે નવી નવી બિમારીઓ જન્મ લઇ રહી છે. ગત વર્ષે એટલે કે 2021ના વર્ષમાં આપણે કોરોના મહામારીમાં ઓક્સિજનના કારણે હારી જતી જિંદગીઓને જોઇ છે.

જોકે તમામ રીતે પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જાગરૂકતા ફેલાવવા માટે દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેની ઉજવણી દર વર્ષે અલગ-અલગ થીમ સાથે કરવામાં આવે છે. આ વર્ષે પર્યાવરણ દિવસની થીમ છે. ‘ઓન્લી વન અર્થ’ એટલે કે ‘એક પૃથ્વી’ રાખવામાં આવે છે, જે યથાર્થતા ‘પ્રકૃતિની સાથે સદભાવમાં રહેવું’ તેમ થઇ શકે છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના અગ્રણી ઉદ્યોગકારોએ વિશેષ રીતે પર્યાવરણ ટુડેના માધ્યમથી પોતાના વિચારો વહેંચી લોકજાગૃત્તિમાં પોતાનું યોગદાન આપ્યું. જેઓ પ્રકૃતિના સંરક્ષણ કરી લોકો કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે છે તેના પર પ્રકાશ પાડ્યો છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એન્વાર્યમેન્ટ કમિટીના ચેરમેન યોગેશ પરીખે પર્યાવરણ ટુડે સાથેની વિશે વાતચીતમાં ચેમ્બર્સ દ્વારા કરવામાં આવનાર પર્યાવરણ સંરક્ષણના આયોજનોને લઇને મુક્ત મને વાત કરી હતી. તેઓ વિગતો વહેંચતા જણાવ્યું કે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીઝ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સહિયારા પ્રયાસ હેઠળ         ગુજરાત યુનિવર્સિટી કોન્વોકેશન સેન્ટર ખાતે ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં પ્રસંગોચિત ઉજવણીના ભાગરૂપે પર્યાવરણને લગતા પ્રશ્નો, તેના વિશેની માહિતી સહિતના પ્રશ્નો કે જેને ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીઝ દ્વારા એન્વાર્યમેન્ટ કમિટી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આપવામાં આવ્યા હતા તે પ્રશ્નોનો નિકાલ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંમતિ દર્શાવી છે. આ ઉપરાંત ડીપ-સી ડિસ્ચાર્જ જેવા પ્રશ્નોની અમારી માંગણીને પણ તેમના દ્વારા બજેટમાં સમાવવાની સંમતિ આપવામાં આવી છે, જેથી ઈન્ડસ્ટ્રીઝને મદદરૂપ થઇ શકાય. આ સાથે રૂલ લાઇને એક વર્ષ માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. રૂલ લાઇનની એસઓપી બનાવવામાં આવશે અને સીપીસીબી દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે. હાલ વટવા, ઓઢવ અને નરોડામાં કોમન સોલિડ વેસ્ટેજ સાઇટ અપ્રૂવ થઇ ગઇ છે. તો અમારા દ્વારા સોલિડ વેસ્ટ સાઇટની પણ માંગ કરી છે. જો નોટિફાઇડ એરિયામાં જીઆઈડીસી દ્વારા 100 એકર જમીન ફાળવવામાં આવે તો અમદાવાદની આજુબાજુના વિસ્તારના ઉદ્યોગોને રાહત થાય અને ખર્ચ અસરકારક સાબિત થવાની સાથે પર્યાવરણને લઇને સારૂં કાર્ય થઇ શકે છે. પર્યાવરણ સંરક્ષણ માટે અમે સઘન પ્રયત્ન કરી રહ્યાં છે. વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. નદી-નાળામાં વહી જતુ પાણીને તળાવ કે અન્ય રીતે એકત્ર કરવાની સાથોસાથ તેનો ઉપયોગ કરી શકાય તે દિશામાં પ્રયોજન કરવામાં આવી રહ્યું છે. અંતે એટલું જણાવીશ કે પર્યાવરણ સંરક્ષણ માટે ઉદ્યોગકારો અને ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડ્સ્ટ્રીઝ તત્પર છે. આ સાથે હું તમામ ઉદ્યોગકારો સહિત દરેક નાગરિકને અપીલ કરૂં છું કે આપના આસપાસમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને વધુ હરીયાળું બનાવીએ.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news