ભુજના આંબરડી ગામ પાસે દાડમ ભરેલા ટ્ર્‌કમાં ભીષણ આગ લાગી

કચ્છ-ભુજ ભચાઉ વાયા દુધઈ ધોરીમાર્ગ પરના આંબરડી ગામ નજીક ગઈકાલે બુધવારે રાતે અંદાજિત ૧૨ વાગ્યાની આસપાસ ભચાઉ તરફ જઈ રહેલી દાડમ ભરેલી ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. ટ્રકમાં લાગેલી આગ આજે ગુરૂવારે બપોરના ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેવા પામી હતી. જો કે સદભાગ્યે આ બનાવમાં કોઈને ઇજા પહોંચી નથી. પરંતુ ટ્રક અને તેમાં ભરેલો દાડમનો માલ સળગી જતા ભારે નુકશાન થવા પામ્યું છે. જો કે આગ કાબુમાં ના આવવાનું કારણ ભચાઉ ફાયર વિભાગ અન્ય બચાવ કામગીરીમાં રોકાયેલું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

અંતે ભુજ અને ભચાઉ ફાયર ટીમ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. બીજી તરફ રાધનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના રાપર તાલુકાના ચિત્રોડ પાસે સામખિયાળી તરફ આવી રહેલું એક ટેન્કર અકસ્માતે રસ્તો ઉતરી ગયું હતું અને પલટી મારી ગયું હતું. આ બનાવમાં ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. ભચાઉ ફાયર ટીમના પ્રવીણ દાફડા અને કુલદીપ ગંઢેર દ્વારા ટેન્કરને સીધું કરવાની કામગીરી કરવામાં આવી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news