અમદાવાદમાં કાળઝાળ ગરમી પડતાં તંત્ર દ્વારા એક્શન પ્લાનનો ઝડપી અમલ કરવા આદેશ

ઉનાળાની ગરમીનું પ્રમાણ વધવા માંડ્યું છે અને હીટવેવ પણ શરૂ થઈ ગયા છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિટવેવ ન કરવામાં આવતા કમિશનર નારાજ થયા હતા. તેઓએ આરોગ્ય અગાઉનાં વર્ષોમાં હિટવેવ સંબંધે જે કામગીરી થતી હતી તે ઝડપી ચાલુ કરવામાં આવે. મોટી કંપનીઓને સીઆરએસ અંતર્ગત સફેદ રિંગ વગેરે પૂરો પાડવા સૂચના આપીને દરેક ઝોનમાં એક એક વોર્ડમાં ચાલી ઝુંપડપટ્ટીમાં પતરાવાળા મકાનો વગેરે ઉપર સફેદ રંગ લગાવવાની કામગીરી કરાવવા સૂચના આપી હત ગરમી વધતા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર શહેરમાં અને ફુવારા ચાલુ કરવા, જુદા જુદા વિસ્તારોમાં રોડ ઉપર પાણીની પરબ શરૂ કરાવવી, ગ્રીન નેટ લગાવડાવવી, વૃક્ષારોપણનું પ્રમાણ વધારવું, પાણીનો છંટકાવ કરાવવો, અર્બન હેલ્થ સેન્ટર તેમજ હોસ્પિટલોમાં લૂ લાગવાની દવા વગેરે વિતરણ કરતું હતું જો કે તેમાંની થોડી જ કામગીરી શરૂ થઈ છે.અમદાવાદ શહેરમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કામગીરીને લઇ મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાએ

શહેરમાં સફાઈ પર ભાર મૂકી કામગીરી ઝડપી અને યોગ્ય કરવા સૂચના આપી છે. મ્યુનિસિપલ કમિશનરની રિવ્યુ મીટીંગમાં તેઓએ સ્વચ્છતા, રોડ અને ઉનાળામાં ગરમીને લઇ હિટવેવ એક્શન પ્લાન ઘડી તેને અમલ કરવા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકારનાં સ્વચ્છ ભારત મિશન અન્વયે સ્વચ્છ સર્વેક્ષણ માટે આગામી ટૂંક સમયમાં કેન્દ્રીય ટીમ આવે તે પહેલાં શહેરમાં તમામ ઝોનમાં સફાઇ અને દબાણ વગેરે પ્રકારની કામગીરી ઝડપથી પૂરી કરવા કમિશનરે આદેશ કર્યો છે. અનેક જગ્યાએ પેવરથી રસ્તા રિસરફેસ કરવામાં આવ્યા નથી.

રોડની ગુણવત્તાને લઈ સૌથી વધુ ફરિયાદો આવી રહી છે. હજી સુધી રોડમાં કામગીરી શરૂ ન થતા રોડ રિસરફેસ અને હેવી પેચ વર્કના આ કામો ઝડપથી શરૂ કરવાની તાકીદ કરી છે. ઈજનેર ખાતાના અધિકારીએ શહેરમાં પાંચ પેવર ચાલુ થઇ ગયાં છે અને બીજા પેવર ટૂંક સમયમાં શરૂ થશે તેવી માહિતી આપી હતી.