ગુજરાત અને મહારાષ્ટ્રની ઔદ્યોગિક વસાહતોમાં પ્રદુષણ ચિંતાજનક વધ્યું
કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના હવાની ગુણવત્તા ચકાસવા લગાવાયેલા સ્ટેશનો પરથી આ આંક બહાર આવ્યો છે. ગુજરાતમાં અંકલેશ્વર અને વટવા સૌથી પ્રદૂષિત રહ્યા છે. અંકલેશ્વરમાં સરેરાશ પીએમ ૨.૫નું પ્રમાણ ૬૭ માઇક્રોગ્રામ પર મીટર ક્યુબીક રહ્યું છે. વર્ષ ૨૦૨૧ના ૩૬૫ દિવસમાંથી ૧૦૨ દિવસ અંકલેશ્વરમાં એર ક્વોલીટી ઈન્ડેક્સ ખરાબથી અતિ ખરાબ રહ્યો છે. જેની સામે કલ્યાણમાં ૮૪ દિવસ, વટવામાં બિન આરોગ્યપ્રદ હવા ૭૫ દિવસ અને નવી મુંબઈમાં ૫૪ દિવસ રહી હતી. જ્યારે વાપીમાં હવા બિન આરોગ્ય પ્રદ ૪૮ દિવસ, મુંબઈમાં ૪૨ દિવસ રહી હતી.
વર્ષ ૨૦૨૦માં અંકલેશ્વરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ૬૩ થઈ જતા સૌથી શુદ્ધ હવા નોંધાઇ હતી. જે એકયુઆઈ ૨૦૨૧માં ૩૦૦ ઉપર કેટલીય વખત પાર કરી ગયો હતો. રાજ્યમાં અંકલેશ્વર બાદ વટવા પીએમ ૨.૫નું પ્રમાણ ૫૪ અને અમદાવાદમાં ૫૩ માઇક્રોગ્રામ્સ પર મીટર ક્યુબીક રહેતા બંન્ને વસાહતો અનુક્રમે ગુજરાતમાં બીજા અને ત્રીજા સ્થાને પ્રદૂષણમાં રહ્યા હતા.
સીએસઇના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનુમિતા રોયએ અહેવાલોને લઈ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ૨૦૧૯ કરતા પણ ૨૦૨૧માં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જે જોતા હવાની ગુણવત્તાને વધુ બગડતી અટકાવવા આવશ્યક પગલાંઓ ભરવાની તાકીદની જરૂરિયાત ઉભી થઇ છે.લોકડાઉન અને કોરોના મહામારીના પહેલા ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની હવા રાજ્યમાં સૌથી શુદ્ધ નોંધાઇ હતી. જો કે ૨૦૨૧ના વર્ષમાં ગુજરાત અને મહારાષ્ટ્રની ૧૫ ઔદ્યોગિક નગરીમાં અંકલેશ્વર પ્રદૂષણમાં સૌથી ટોચ પર રહ્યું છે. હાલમાં જ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરમેન્ટે જાહેર કરેલા આંકડામાં આ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. દેશના બંન્ને પશ્ચિમી રાજ્યોમાં ૨૦૨૧માં પ્રદુષણ ચિંતાજનક રીતે વધ્યું છે.