રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો ૬૫ ટકા વરસાદ થયો
ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ત્રણ દિવસની હવામાનની આગાહી જાેતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે, જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવકાર્ય અંગે જરૂર પડે દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.રાજકોટ શહેરમાં ગત રાત્રીના ૧૧ વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે હાલ રાજકોટના આજી ૨ ડેમના ચાર દરવાજા ૧.૫ ફુટ ખોલવામાં આવ્યા છે.
ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
હાલમાં જળાશયની ભરપુર સપાટી ૭.૭૬ મીટર છે અને ડેમમાં ૪૪૯૨ ક્યુસેક પાણીની આવક થઈ છે.ધોરાજીમાં ૭ ઇંચ અને ગોંડલમાં ૫ ઇંચ વરસાદ વરસ્યો છે. તેમાંય ગોંડલમાં અન્ડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યા છે તો ઉમવાળા બ્રિજ અને આશાપુરા બ્રિજ કેડ સમાં પાણી ભરાયા હતા. સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા દ્વારા જિલ્લાની તમામ શાળા બંધ રાખવા અંગેનો ર્નિણય લેવામાં આવ્યો છે. ધનીય છે કે, આજે હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી રહી છે.હવામાન વિભાગની મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૧૨ તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે.
વરસાદને કારણે રાજ્યમાં પાંચ સ્ટેટ હાઈવે સહિત ૫૭ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગર, વલસાડ, રાજકોટ અને દ્વારકામાં થયો છે. તે ઉપરાંત છેલ્લા બે કલાક એટલે કે આજે સવારે ૧૦ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધીમાં ૭૧ તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં ૧૮૦ મિમી અને રાજકોટના લોધિકામાં ૧૩૬ મિમી વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર થઈ રહી છે. ત્યારે અત્યાર સુધી સિઝનનો ૬૪.૪૪ ટકા વરસાદ થયો છે. ઝોન પ્રમાણેની સ્થિતિ જાેઈએ તો, કચ્છમાં ૬૬.૧૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૪.૪૫ ટકા, મધ્યગુજરાતમાં ૫૫.૯૨ ટકા અને સૌરાષ્ટ્રમાં ૬૮.૭૪ ટકા વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૬૪.૪૪ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદ થવાથી નવા નીરની આવક થઈ છે. જેનાથી ખેડૂતોમાં ખુશી જાેવા મળી છે. ખેડૂતોનો ઉભો પાક વરસાદને કારણે બચી ગયો છે.