ભારતીય ગૌવંશ એવમ પર્યાવરણ સંરક્ષણ સમિતી દ્વારા રણછોડભાઇ અલગોતરની ત્રણ રાજ્યોના પ્રભારી તરીકે નિમણુંક

બાવળાના ગૌભક્ત રણછોડભાઈ નાનુભાઈ એલગોતર વર્ષોથી ગૌવંશ સેવા સાથે જોડાયેલા છે. હિન્દુ ધર્મ પોષણ, રક્ષણ, સંરક્ષણ અને પ્રચાર – પ્રસાર અને ગૌવંશ સેવામાં રણછોડભાઇની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને ભારતીય ગૌવંશ એવમ પર્યાવરણ સંરક્ષણ સમિતી દિલ્હી દ્વારા તેમની ત્રણ રાજ્યોના પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

રણછોડભાઈની ગૌવંશ સેવા-નિષ્ઠાને ધ્યાનમાં રાખી ભારતીય ગૌવંશ એવમ પર્યાવરણ સંરક્ષણ સમિતી દિ૯હીનાં સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર યોગીરાજ મંહત સ્વામી રામેશ્વરદારજી મહારાજે ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલગાંણા રાજ્યના પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. રણછોડભાઇની રાષ્ટ્રીય સ્તરે નિમણુંક થતા ગૌપ્રેમીઓ અને બાવળાવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.