બહુવિધ ઔદ્યોગિક પ્રકલ્પોના શિલાન્યાસ સમારોહમાં કરણ અદાણીનું સંબોધન

બહુવિધ ઔદ્યોગિક પ્રકલ્પોના શિલાન્યાસ સમારોહમાં કરણ અદાણીએ જણાવ્યું હતું કે, હું ઉત્કર્ષ ૨૦૨૫ માટે પ્રથમવાર ઓડિશામાં મહેમાન તરીકે આવ્યો હતો. દર વખતે હું પરિવારની નજીક રહેલી કોઇ વાત કરીને જતો રહું છું. આપની હૂંફ, આપની સ્પષ્ટ દ્રષ્ટિ અને ઓડિશાના ભવિષ્ય વિશે આપ જે શાંત આત્મવિશ્વાસ સાથે વાત કરો છો તે  સંક્રમણમાં પરિવર્તિત થઇ રહેલા આ રાજ્યના ગુણો નથી. પરંતુ તે એવા રાજ્યના ચિહ્નો છે જે પહેલાથી જ વાકેફ છે કે તે ક્યાં જઈ રહ્યું છે. અને ઓડિશા આ જાણે છે.
તે હંમેશા જાણતું આવ્યું છે.  આ એવી ધરતી છે જેણે વિશ્વને તેની સૌથી પરિવર્તનશીલ ક્ષણોમાંથી એક આપી છે.
કલિંગ ખાતે દયા નદીના કિનારે, એક વિજેતા સમ્રાટે પોતાની જીત પર નજર નાખી-અને રડ્યો. અશોકે અહીં જે જોયું તેનાથી ફક્ત તેમને જ બદલ્યા નહીં. પણ સંસ્કૃતિનો તેણે માર્ગ બદલી નાખ્યો. તે યુદ્ધભૂમિમાંથી ઉદ્ભવેલી ધમ્માની ફિલસૂફી સદીઓથી એશિયામાં પ્રસરીને અબજો લોકોની નૈતિક કલ્પનાને આકાર આપ્યો. ઓડિશા ફક્ત ઇતિહાસનો સાક્ષી નહોતું. તેણે તેને પુનઃનિર્દેશિત કર્યો.
સદીઓ બાદ કલિંગના વેપારીઓ આ જ દરિયાકિનારાથી બંગાળની ખાડી પાર કરીને માત્ર માલસામાન જ નહીં પણ તેથી આગળ ભાષા, કલા, મંદિર સ્થાપત્ય અને સંસ્કૃતિ લઈને જાવા, સુમાત્રા, બાલી નીકળ્યા અને તેથી દક્ષિણપૂર્વ  એશિયાની હિન્દુ-બૌદ્ધ સંસ્કૃતિઓ આ ભૂમિની અમીટ છાપ ધરાવે છે. ઓડિશાની ઊંચાઈએ તેનું સ્થાન, પ્રાદેશિક નહોતું. તે સામુદ્રિક હતું. અને પછી કોણાર્ક છે. તેરમી સદીમાં બનેલું એક મંદિર જેને આધુનિક ઇજનેરો હજુ પણ સંપૂર્ણ રીતે સમજાવવા માટે સંઘર્ષ કરે છે. ચોવીસ પૈડાં, દરેક પૈડા એક મિનિટ સુધીની સચોટ સૂર્ય ઘડિયાળ. શિયાળાના અયનકાળના સૂર્યોદય સાથે જોડાયેલું એક માળખું જેને ગણિતની જરૂર હતી જેને આપણે હવે ફરીથી શોધી રહ્યા છીએ. જેઓ નાનું માનતા હતા એવા લોકો દ્વારા કોણાર્ક બનાવવામાં આવ્યું ન હતું. તેનું નિર્માણ એક એવી સંસ્કૃતિ દ્વારા કરવામાં આવ્યું હતું જેની નજર આકાશ તરફ હતી અને તે કહેતી હતી – આપણે તેના સમકક્ષ હોઈશું.
હું વારંવાર તે જુસ્સા વિશે વિચારું છું. કારણ કે આજે આપણે અહીં નવી માળખાગત સુવિધાઓ, ડિજિટલ સિસ્ટમ્સ, ઔદ્યોગિક ક્ષમતા પર પાયો નાખવાનું જે કરી રહ્યા છીએ તે પોતાની રીતે એ જ આવેગની અભિવ્યક્તિ છે. એવી વસ્તુઓ બનાવવાનો આવેગ જે વધુ સમય ટકી રહે. જે આપણી પછીની પેઢીઓની સેવા કરે. 
ઓડિશા ભારતીય અર્થતંત્રમાં સૌથી મહત્વપૂર્ણ પરિણામલક્ષી છેદનબિંદુમાંના એક પર આવેલું છે. ૫૭૦ કિલોમીટરથી વધુનો દરિયાકાંઠો ધરાવતા એ જ કાંઠેથી એક સમયે કલિંગન નાવિકો ખંડને આકાર આપવા માટે નીકળ્યા હતા. પૃથ્વી પરના સૌથી સમૃદ્ધ ખનિજ સંસાધનોમાં કોલસો, આયર્ન ઓર, બોક્સાઈટ, ક્રોમાઈટ, પાણી. એક યુવાન કાર્યબળ. અને હવે, આગળ ધપતી એક એવી સરકાર જેણે અહીં નિર્માણ કરવા આવતા લોકો માટે પોતાને દ્વારપાલ નહીં ભાગીદાર બનાવી છે.
વિઝન ૨૦૩૬ અને ૨૦૪૭નો રોડમેપ – ૨૦૩૬ સુધીમાં ૫૦૦ અબજ ડોલરનું, ૨૦૪૭ સુધીમાં ૧.૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર  એ મહત્વાકાંક્ષી છે. પરંતુ પાયામાંથી જોડાયેલી મહત્વાકાંક્ષા માત્ર આકાંક્ષા છે. 
ઓડિશાના વિઝનને વિશ્વસનીય બનાવતી બાબત એ છે કે આ પાયો વાસ્તવિક છે.
અહીં સંસાધનો છે. અહીં લોકો છે. શાસન સુધારણા થઈ રહી છે.
બાકી રહેલી બાબતો નિર્ણાયક રીતે, મોટા પાયે અને લાંબા ગાળા સાથે નિર્માણની છે.
અદાણી એટલા માટે અહીં છે. મુલાકાતી તરીકે નહીં. નિર્માતા તરીકે.
અમે બંદરોમાં, ખાણકામમાં, ઔદ્યોગિક માળખાગત સુવિધાઓના પાયામાં વર્ષોથી ઓડિશામાં છીએ. પરંતુ આજનો દિવસ વિશિષ્ટ છે. આજે અમે ત્રણ પ્રકલ્પોનો શિલાન્યાસ કરીએ છીએ આ રોકાણ ફક્ત ક્ષમતામાં નથી. પરંતુ ઓડિશા જે આકાર લઇ રહ્યું છે  તેમાં રોકાણ છે.
ભુવનેશ્વરના ઇન્ફો વેલી ખાતે રુ. ૮૦૦ કરોડના રોકાણથી બનેલું ડેટા સેન્ટર સર્વરોથી ભરેલી ઇમારત નથી. ઓડિશાનો ડિજિટલ અર્થતંત્ર વિષે દાવો છે કે માળખાગત સુવિધાઓ દ્વારા AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડિજિટલ શાસનની સેવાઓ આવનારા દાયકાઓ સુધી મળતી રહેશે. આ પ્રકલ્પ મારફત ઉચ્ચપદો માટે ૨00 નોકરીઓની પ્રત્યક્ષ અને અન્ય પરોક્ષ તકોનું સર્જન કરશે.
કટક નજીક આવેલ રુ. ૩૦,૧૮૧ કરોડનું રોકાણ ધરાવતો થર્મલ પાવર પ્લાન્ટ એ ઊર્જા ક્યાંથી આવે છે? વિશ્વસનીય વીજળી વિનાનો વિકાસ એ વિકાસ છે જે અટકી જાય છે આ પ્લાન્ટ એક પ્રશ્નનો જવાબ આપે છે જેને કોઈ પણ ઔદ્યોગિક અર્થતંત્ર ટાળી શકતું નથી. આ પ્લાન્ટ ગ્રીડમાં  સ્થિરતા, ઉદ્યોગમાં સુરક્ષા અને લાખો ઘરો અને MSME માટે સુનિશ્ચિત ભાવિ લાવશે કે જેમનું અસ્તિત્વ સતત વીજળી પર આધાર રાખે છે. તે આ પ્રદેશના લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ ૭,000 નોકરીઓનું સર્જન કરશે.
કટક નજીક આવેલ ₹ ૨૧00 કરોડના રોકાણ સાથેનું સિમેન્ટ ઉત્પાદન એકમ એ એવી વસ્તુની વાત કરે છે જેના વિશે હું વારંવાર વિચારું છું: તકની ભૂગોળ. કોણાર્કના કલિંગન બિલ્ડરો સમજતા હતા કે વિરાટ બાંધકામો માટે ફક્ત દ્રષ્ટિ જ નહીં, પરંતુ સામગ્રીની પણ જરૂર હોય છે. તે માટે પથ્થર ખોદવા પડે છે, તેનું પરિવહન કરવું  પડે છે અને આકાર આપવો પડતો હતો. આજે આપણે પણ એ જ કરીએ છીએ. પરંતુ સામગ્રી સિમેન્ટ છે, અને આપણે જે માળખા બનાવી રહ્યા છીએ તે હોસ્પિટલ્સ, શાળાઓ, રસ્તાઓ અને મકાનો છે. આ એકમ ૨,૫00 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી આપવા સાથે એ સુનિશ્ચિત કરશે કે ઓડિશા પોતાનું ભવિષ્ય, સ્વહસ્તે, પોતાની ધરતીમાંથી બનાવે છે.
સરવાળે આ પ્રકલ્પો ભરોસાનું નિવેદન છે. એક માન્યતા છે કે ઓડિશા તેની ક્ષણની ટોચે નથી – પરંતુ તે તેમાં જ છે. ભારતના ઔદ્યોગિક ઉદયનો આગામી અધ્યાય અહીં, આ રાજ્યમાં, આ લોકો દ્વારા લખવામાં આવશે.
આમાં એક સાતત્ય છે જે મને ખરેખર ગતિશીલ લાગે છે.પ્રાચીન કલિંગના ખલાસીઓએ સમુદ્ર પાર કરવા માટે પરવાનગી માંગી ન હતી. કોણાર્કના ખગોળશાસ્ત્રીઓએ આકાશને ઉકેલવા માટે મંજૂરી માંગી ન હતી. અને આજે ઓડિશાને નેતૃત્વ કરવા માટે પરવાનગી માંગવાની જરૂર નથી. પહેલેથી વારસો જ ત્યાં છે.
ભવિષ્યમાં શું થશે તેનો હિસ્સો બનવા માટે અમને ફક્ત આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
ઓડિશાની સફળતામાં અદાણી સમૂહનો હિસ્સો આકસ્મિક નથી. તે માળખાકીય છે. ઓડિશા જેટલો વધુ વિકાસ કરશે, તેટલા વધુ અમે તેની સાથે વિકાસ કરીશું. હું માનું છું કે, આ જોડાણ કોઈપણ એક પ્રકલ્પ કરતાં વધુ ટકાઉ ભાગીદારી માટે યોગ્ય પાયો છે.
મુખ્યમંત્રી, આપ અને આપની સરકારનો – આભાર, ફક્ત આતિથ્ય માટે નહીં, અલબત્ત તે અસાધારણ રહ્યો છે. આપના સ્પષ્ટ દ્રષ્ટિકોણ માટે, શાસન પ્રત્યેનો આપનો જે ગંભીર અભિગમ રાખો છો તે માટે અને આપે અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે માટે આભાર. અમે તેને હળવાશથી લેતા નથી.
આજે ઓડિશાના લોકો માટે અમે અહીં જે નિર્માણ કરીએ છીએ, તે અમે આપના માટે અને આપની સાથે બનાવીએ છીએ. નહી કે આપની ઉપર કે આપની આસપાસ. આ માત્ર એક પ્રકારનો વિકાસ છે જે અનુસરવા યોગ્ય છે.
આજે આપણે જે જમીન ઉપર શિલાન્યાસ કરી રહ્યા છીએ તે સમય જતાં ડેટા સેન્ટરો, પાવર પ્લાન્ટ્સ અને કારખાનાઓનું ભારણ વહન કરશે.
પણ પહેલા  આમાં એક વચન છે. તેને પાળવાનો અમે મક્કમ ઇરાદો ધરાવીએ છીએ.
પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news