ગૌતમ અદાણીએ અયોધ્યામાં ભારતની જીવંત પરંપરાઓને સન્માનીને શ્રદ્ધા અને સેવા ભાવનાને પુન:દ્રઢ બનાવી

અયોધ્યા: અદાણી ઔદ્યોગિક સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ, તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણી, મોટા પુત્ર કરણ અદાણી અને પુત્રવધૂ પરિધિ અદાણી સાથે આજે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના દર્શનાર્થે ગયા હતા. શ્રી નિશુલ્ક ગુરુકુળ મહાવિદ્યાલયમાં સંસ્થાકીય વાતચીત માટે  જતા પૂર્વે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા ભક્તિ અને સભ્યતાના પ્રતીક સમા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મસ્થળે આવેલા શ્રી રામ મંદિરમાં તેઓએ પરિવારસહ પૂજા-અર્ચના કરી હતી.
 
અદાણીએ કહ્યું કે જોગાનુજોગ આજે હનુમાન જયંતિના દિને અયોધ્યાની તેમની મુલાકાત એક ઊંડી શ્રધ્ધા અને સેવા ભાવનાની વ્યક્તિગત આ ક્ષણ પોતાની આસ્થા વ્યાપક રાષ્ટ્રીય હિતની કથા સાથે આપોઆપ ભળી હતી.
રામલલ્લાના દર્શનને અંતકરણની ભાવના અને ગૌરવ ગણાવતા તેમણે કહ્યું હતું કે મંદિર એક ધાર્મિક સીમાચિહ્ન ઉપરાંત તે ભારતના સાંસ્કૃતિક સાતત્ય, એકતા અને વધતા આત્મવિશ્વાસના પ્રતીક તરીકે પણ ઉપસી આવ્યું છે. ગૌતમ અદાણીએ ઉમેર્યું હતું કે  ભગવાન રામચંદ્રજીના પ્રામાણિકતા, ફરજ અને સેવાના આદર્શો રાષ્ટ્રની આગળની યાત્રા માટે આપણા માર્ગદર્શક સિદ્ધાંતો બની રાહ ચિંધે છે.
આ વિચારને આગળ રાખી શ્રધ્ધા ભાવ સાથે વિસ્તરેલી આ મુલાકાત મંદિરથી લગભગ ૧૦ મિનિટના અંતરે આવેલા શ્રી નિશુલ્ક ગુરુકુળ મહાવિદ્યાલયમાં ભારતની જ્ઞાન પરંપરાઓની જીવંત અભિવ્યક્તિમાં પરિવર્તિત થઈ હતી.
સ્વામી ત્યાગનંદજી દ્વારા પરંપરાગત ગુરુકુળ પ્રણાલીને અનુસરતા ૧૯૩૫માં સ્થપાયેલા શ્રી નિશુલ્ક ગુરુકુલ મહાવિદ્યાલય વૈદિક શિક્ષણ, સામાજિક ઉત્થાન અને સુલભ શિક્ષણ પર ભાર મૂકતી સુધારાવાદી ચળવળ જેવા આર્ય સમાજના સિદ્ધાંતોમાં મૂળ ધરાવે છે. એક નિવાસી મોડેલ આધારીત આ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ રહી અભ્યાસ કરે છે.
અદાણીએ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે વાતચીત કરવા સાથે અહીં પ્રવર્તમાન શૈક્ષણિક વાતાવરણનું અવલોકન કર્યું હતું જે શિસ્ત, તપાસ અને મૂલ્યો ભારતની સભ્યતા અને જ્ઞાન પ્રણાલીઓના સંવર્ધન અને પ્રસારને એકસાથે જોડે છે 
આ મુલાકાત વેળા તેમણે સંવાદદાતાઓ સાથે વાત કરતા કહયું હતું કે જ્યારે શિક્ષણ મૂલ્યોમાં મૂળ ધરાવે છે, ત્યારે તે ફક્ત વ્યક્તિઓને જ આકાર આપતું નથી, પરંતુ તે રાષ્ટ્રના ભવિષ્યને પણ આકાર આપે છે. આવતીકાલની તકો માટે તૈયારી કરતી વખતે આપણી જવાબદારી આ પરંપરાઓને આગળ ધપાવવાની છે. ભલે દેશ આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ભવિષ્ય તરફ ગતિ કરી રહ્યો હોય છતાં ભારતની જ્ઞાન પ્રણાલીઓનું જતન કરવાની અદાણીએ તાકીદ કરી હતી. સમાજોત્કર્ષની જવાબદારી અદા કરતા અદાણી સમૂહના સામાજિક કલ્યાણ અને વિકાસ અંગ અદાણી ફાઉન્ડેશન AI-સક્ષમ પ્રયોગશાળા દ્વારા પરંપરા અને ટેકનોલોજીના સંકલનને સક્ષમ કરીને ગુરુકુળ ઇકોસિસ્ટમને ટેકો આપવાની તેમણે ખાતરી આપી હતી.
લગભગ ૨૦૦ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા સાથે જ્ઞાન સુલભ અને સમાવિષ્ટ રહે તેની ગુરુકુળ ખાતરી કરે છે. ગુરુકુળ કેમ્પસમાં સમાવિષ્ટ પરંપરાગત ગૌશાળા  શૈક્ષણિક વાતાવરણમાં સાંસ્કૃતિક, પર્યાવરણીય અને ગ્રામીણ પ્રથાઓના એકીકરણને પ્રતિબિંબિત કરે છે. એક સમૃદ્ધ વારસો ધરાવતી આ સંસ્થાના પ્રારંભિક મુલાકાતીઓમાં મહાત્મા ગાંધી અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ હતા.
આ મુલાકાત વેળા જ્યારે શિષ્યગણે સંસ્કૃત શ્લોકોનું સમૂહ સ્વરે પઠન કર્યું ત્યારે તેઓના દ્વનિ તરંગો સમગ્ર કેમ્પસમાં પડઘાતા હતા ત્યારે તેમાં વ્યક્ત થતી કઠોરતા અને શ્રદ્ધા તેમની વચ્ચે બેઠેલા  અદાણી પરિવારે ધ્યાનમગ્ન બની સાંભળી હતી. તેમની સાથે ગુરુકુળના ગુરુવર્યો પણ જોડાયા હતા. અહીં શિક્ષણ વર્ગખંડની બહાર રોજિંદા જીવનમાં વિસ્તરે છે તેવી અમલમાં રહેલી પ્રણાલિકાની લયનું તેમણે અવલોકન કર્યું હતું.
અદાણી માટે સેવામાં અભિવ્યક્તિ શોધતા આ આદર્શો છે, તેઓ ઘણીવાર “સેવા હી સાધના હૈ” તરીકે વર્ણવે છે એવી એક ફિલસૂફી જ્યાં સેવા એ કોઈ કાર્ય નથી પરંતુ સમાજ પ્રત્યેની સતત પ્રતિબદ્ધતા છે, જેનું મૂળ નમ્રતા, જવાબદારી અને હેતુમાં છે.
આજની આ મુલાકાત આ પરંપરાઓ સાથે અદાણીના સતત જોડાણના પરિપ્રેક્ષ્યમાં યોજાઇ હતી. આ પરંપરામાં ગયા વર્ષે પ્રયાગરાજમાં યોજાયેલા મહા કુંભ મેળો અને પુરીમાં ભગવાન જગન્નાથ રથયાત્રાનો સમાવેશ થાય છે, જેને તેમણે સામૂહિક રાષ્ટ્રીય પરિપૂર્ણતાની ક્ષણ તરીકે વર્ણવ્યું હતું. ભારતનો ઇતિહાસ, ભાષાઓ, ફિલસૂફી અને સાંસ્કૃતિક વારસા સાથે મજબૂત જોડાણને પ્રોત્સાહન આપતી પહેલ દ્વારા ભારતીય શાસ્ત્રના અભ્યાસને આગળ વધારવા માટેના તેમના સમર્થનનો સમાવેશ થાય છે.
પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news