ભર શિયાળે દ્વારકામાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ

દ્વારકાઃ કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. દ્વારકા જિલ્લામાં ભર શિયાળે માવઠાનો પ્રકોપ જોવા મળ્યો છે. દ્વારકાના કલ્યાણપુર પંથકના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. કલ્યાણપુર તાલુકાના હાબરડી, મોટા આસોટા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો છે. ભર શિયાળે માવઠાનો માર પડતાં ખેડૂતોના શિયાળું પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.

આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. જેમાં અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબસાગરથી પવન ભેજ લઈને આવતા હોવા હોવાથી હળવા વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં ગમે ત્યારે વરસાદ આવી શકે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news