અમદાવાદમાં તૈયાર થનારા નગારાનો નાદ અયોધ્યાના રામ મંદિરમાં ગુંજશે

અમદાવાદઃ જાન્યુઆરી મહિનામાં અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે અયોધ્યાના શ્રી રામ મંદિરમાં અમદાવાદમાં બનેલુ નગારાનો નાદ ગુંજતો રહેશે. ડબગર સમાજ દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં નગારાને સ્થાન આપવામા આવ્યું છે. આ વિશાળ નગારૂ ૨૫થી ૩૦ કારીગરોએ દિવસ-રાત અથાગ મહેનત કરીને બનાવ્યું છે.

અમદાવાદના ડબગર સમાજ દ્વારા બનાવાયેલા વિશાળ અને વજનદાર નગારાને ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાના રામ મંદિરમાં સ્થાન આપવામા આવ્યું છે. ડબગર સમાજ દ્વારા બનાવેલા વિશાળ નગારાનું વજન લગભગ ૪૫૦ કિલોની આસપાસ છે અને તે ૫૬ ઇંચ જેટલું પહોળું છે. વિશાળ નગારાને બનાવવામાં રૂપિયા ૮ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. નગારું રામ મંદિરના પ્રવેશ દ્વાર ખાતે આરતી કરવા માટે ખાસ રીતે બનાવવામાં આવ્યું છે.

વિશાળ નગારા પર સોના અને ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. ૧ હજાર વર્ષના અંદાજિત આયુષ્ય સાથે નગારું બનાવમાં આવ્યું છે. વિશાળ નગારાને રામ, સીતા માતા અને લક્ષ્મીજીની રજૂઆત દર્શાવતા રથ દ્વારા પૂરક બનાવવામાં આવ્યું છે. ૨૫થી ૩૦ કારીગરોએ અથાગ મહેનત કરી આ નગારું બનાવ્યું છે. આ નગારા પર બારીક કોતરણી કરવામાં આવી છે. ૨૫ ડિસેમ્બર આ નગારું અયોધ્યા મોકલવામાં આવશે. ૨૨મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમયે ડબગર સમાજ દ્વારા નગારુ વગાડવામાં આવશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news