સ્વતંત્રતા દિવસે 954 પોલીસકર્મીઓને પોલીસ મેડલથી સન્માનિત કરાશે
નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયે સોમવારે કહ્યું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એલ ઈબોમચા સિંહને વીરતા માટે રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત 229 પોલીસકર્મીઓને વીરતા માટે પોલીસ મેડલ, 82ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 642 પોલીસકર્મીઓને મેરીટોરીયસ સેવા બદલ પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.
વીરતા માટેના 230 મેડલમાંથી 125 નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત પોલીસકર્મીઓને, 71 જમ્મુ-કાશ્મીરમાં અને 11 ઉત્તર-પૂર્વમાં તૈનાત પોલીસકર્મીઓને આપવામાં આવશે.
શૌર્ય માટે પોલીસ મેડલ એનાયત થનાર પોલીસ કર્મચારીઓમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના 28, મહારાષ્ટ્ર પોલીસના 33, જમ્મુ અને કાશ્મીર પોલીસના 55, છત્તીસગઢ પોલીસના 24, તેલંગાણા પોલીસના 22 અને આંધ્રપ્રદેશ પોલીસ અને અન્ય રાજ્યો અને સંઘ પ્રદેશોના 18 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.