સુરતમાં ભંગાર ગોડાઉનમાં આગથી ૭ કાર બળીને ખાક

સુરતના ઉધના રોડ નંબર-૪ પર આગ લાગવાના બનાવથી આસપાસમાં ડરનો માહોલ પેદા થયો હતો. લોકો મધરાતે પોતાના ઘરની છત પર ચડીને આગની દુર્ઘનાને જાેવા લાગ્યાં હતાં. ભીષણ આગની જવાળાઓને ફાયરબ્રિગેડના કાફલાએ ભારે જહેમતથી કાબૂ કરી હતી.આગ બૂઝાવવાની કામગીરીમાં ૯ જેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ કામે લાગી હતી.જાેકે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થઈ હોવાનું સામે આવ્યું હતું.ગોડાઉનમાં તમામ પ્રકારના વેસ્ટ મટીરીયલને કારણે આગ ઉગ્ર બની હતી. એટલું જ નહીં પણ બાજુમાં જ ઝૂંપડપટ્ટી આવેલી છે. સ્થાનિક લોકોમાં ભયનો માહોલ હતો.

જોકે ફાયરના જવાનો સમયસર આવી જતા રાહતનો શ્વાસ લીધો હતો. આગ ૩ કલાકે કાબૂમાં આવી ગઈ હતી. જાેકે ૭ ફોર વ્હીલ વાહનો બળી ગયા હતા. જે એક ગંભીર બાબત હતી.સુરતના ઉધના રોડ નંબર-૪ ઉપર આવેલા ભંગારના એક ગોડાઉનમાં મધરાતે અચાનક આગ ફાટી નીકળી હતી.મધરાતે આગ ફાટી નીકળતાં આસપાસમાં ડરનો માહોલ પેદા થયો હતો. ગોડાઉનમાં લાગેલી ભીષણ આગની જાણકારી મળતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ફાયરબ્રિગેડ દ્વારા ૩ કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જેથી સ્થાનિકોએ રાહત અનુભવી હતી. સમગ્ર આગમાં ગોડાઉનમાં રહેલા માલ સામાનની સાથે સાથે ૭ ફોર વ્હિલર વાહનો બળીને ખાક થઈ ગયાં હતાં.