ઇન્ડોનેશયામા ૬.૨ની તીવ્રતાના ભૂકંપનાં આંચકા, ૭ લોકોની મોત, ૧૦૦થી વધુ લોકો ઘાયલ

ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્વિપમા આજે ભૂકંપના આંચકા આવ્યા છે, જેમા લગભગ ૭ લોકોની મોત થઇ છે અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇન્ડોનેશિયાની એક એજન્સીએ આપેલી માહિતી અનુસાર ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ ૬.૨ છે. ભુકંપનુ કેન્દ્ર જમીનથી ૧૦ કિલોમીટર નીચે છે.

ભૂકેપનુ કેન્દ્ર મજાને શહેરથી ૬ કિલોમીટર દુર ઉત્તર-પૂર્વમા જણાવવામા આવી રહ્યુ છે. ભૂકંપના આંચકા લગભગ ૭ સોકન્ડ સુધી મહેસુસ થયા હતા, પરંતુ ભૂકંપ પછી સુનામીને લઇને કોઇ એલર્ટ જાહેર કરવામા આવ્યુ નથી. આ પહેલા ગુરૂવારના પણ દેશના કેટલાક ભાગોમા ભૂકંપના આંચકા મહેસુસ થયા છે.

આ પહેલા પણ ઇન્ડોનેશિયામા વર્ષ ૨૦૦૪ અને ૨૦૧૮મા ભીષણ ભૂકંપ આવ્યો હતો. વર્ષ ૨૦૧૮મા પણ ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ સુલાવેસી દ્વિપ પર આવ્યો હતો, જેમા લગભગ ૪૩૦૦ લોકોની મૃત્યુ થઇ હતી, જયારે ઇન્ડોનેશિયામા ૨૬ ડિસેમ્બરમા આવેલા ભૂકંપની તીવ્રતા ૯.૧ હતી, અને આ દરમ્યાન ૨.૨૨ લાખ લોકોની મોત થઇ હતી.

પૃથ્વીની અંદર ૭ પ્લેટસ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટ એકબીજા સાથે ટકરાય છે, ત્યાં જાેન ફોલ્ટ લાઇન કહેવાય છે. વારંવાર ટકરાવાને કારણે પ્લેટસના ખૂણા વળી જાય છે. જયારે વધુ દબાણ બને ત્યારે પ્લેટસ તુટી જાય છે અને નીચેની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે, ફરી આ ડિસ્ટબન્સના કારણે ભૂકંપ આવે છે.