જમ્મુ કાશ્મીરમાં ૨ લેન્ડસ્લાઈડની ઘટનામાં ૪ લોકોના મોત, ૬ લોકો ઘાયલ થયા

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં એક મેગા પાવર પ્રોજેક્ટ સાઈટ પર એક પછી એક બે લેન્ડસ્લાઈડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થઈ ગયા છે, જેમાંથી એક જેસીબી ચાલક અને એક પોલીસ કર્મી પણ સામેલ છે. કિશ્તવાડ પોલીસ કમિશ્નર દેવાંશ યાદવે જણાવ્યું છે કે, ઘટનાસ્થળેથી ચાર લાશ જપ્ત કરવામાં આવી છે અને ૬ ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે. આ અગાઉ એસએસપી શફકત ભટે મરનારા લોકોમાં જેસીબી ડ્રાઈવર મનોજ કુમાર, એન્જીનિયર સચીન અને એક પોલીસકર્મી યાકૂબની લાશ જપ્ત કરી હોવાની સૂચના આપી છે અને જણાવ્યું છે કે, રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. હવે પોલીસ કમિશ્નરે જણાવ્યું છે કે, રેસ્ક્યૂ ઓપરેશન પુરુ કરી લીધું છે.

પ્રોજેક્ટ સાઈટ પર શનિવારે એક પછી એક બે લેન્ડસ્લાઈડની ઘટનાઓ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલા લેન્ડ સ્લાઈડમાં જેસીબી ચાલક અને ત્રણ અન્ય લોકો કાળમાળ નીચે દટાયા હતા. ત્યાર બાદ ઘટનાસ્થળ પર એક રેસ્ક્યૂ ટીમને મોકલવામાં આવી હતી. જ્યાં એક બીજી ઘટના થઈ હતી અને કેટલાય બચાવકર્મી કાટમાળમાં ફસાઈ ગયા હતા. ફસાયેલા લોકોને બહાર કાઢવા અને બચાવવાની કોશિશ થઈ રહી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ ઘટનાની જાણકારી ટિ્‌વટર પર શેર કરી છે અને તેમણે કહ્યું કે, નિર્માણાધીન રાતલે પાવર પ્રોજેક્ટ સાઈટ પર એક ઘાતક લેન્ડ સ્લાઈડનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમા જમ્મુ કાશ્મીરના કિશ્તવાડના ડીસીએ આ જાણકારી આપી છે.

તેમણે જણાવ્યું છે કે, ઘટનામાં એક જેસીબી ચાલકનું મોત થયું છે. ઘટના બાદ તૈનાત કરવામાં આવેલા ૬ બચાવકર્મી પણ કાટમાળમાં ફસાઈ ગયા છે.