કચ્છના દૂધઇમાં ૩.૭ની તીવ્રતાના ભૂકંપના આંચા

કચ્છમાં ફરી ૪ જુલાઈની સવારે ૭.૨૫  કલાકે  ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી ૧૯ કિમી દુર નોંધાયું હતુ.

કચ્છ એ સિસ્મેક ઝોન ૫માં આવતો વિસ્તાર છે. સિસ્મેક ઝોન ૫માં આવતા વિસ્તારની ભૂસ્તરીય રચનાને લીધે અવારનવાર ભૂંકપના આંચકાઓ આવતા રહે છે. સમગ્ર ગુજરાતમાં એક માત્ર કચ્છ જિલ્લો જ સિસ્મેક ઝોન પાંચમાં આવતો વિસ્તાર છે.

અવાર-નવાર કચ્છવાસીઓ ભૂકંપના આંચકા અનુભવતા હોય છે. ગત્ત ૧ જુલાઈના રોજ  વહેલી સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, ૩.૧ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી ૧૫ કિમી દૂર નોંધાયું હતુ.

ફરી એક વખત આજે વહેલી સવારે ૭.૨૫ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ દુધઈથી ૧૯ કિમી દુર નોંધાયું હતુ. વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો હતો.ભૂકંપથી કોઈ જાનહાનિના સમચાર હાલ સુધી સામે આવ્યા નથી.