ગીર-સોમનાથના ઉના નજીક ૩.૪ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે ૨.૩૦ વાગ્યાના સુમારે અનુભાવાયેલ ધરતીકંપના આંચકાની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૩.૪ નોંધાઈ હતી. ધરતીકંપ પૃથ્વીના બાહ્ય સ્તરમાં અચાનક હલનચલન દ્વારા પેદા થતી ઉર્જાના પરિણામે થાય છે. આ ઉર્જા પૃથ્વીની સપાટી પર ભૂકંપ તરંગો પેદા કરે છે, જે જમીનને હલાવીને અથવા વિસ્થાપિત કરીને પ્રગટ થાય છે. ભૂકંપ કુદરતી ઘટનાઓ અથવા માનવશાસ્ત્રના કારણોથી થઈ શકે છે. ભૂકંપ ઘણીવાર ભૂસ્તરશાસ્ત્રીય ખામીને કારણે થાય છે. મોટા પ્રમાણમાં ગેસનું સ્થળાંતર, મુખ્યત્વે પૃથ્વીની અંદર મિથેન, જ્વાળામુખી, ભૂસ્ખલન અને પરમાણુ પરીક્ષણો મુખ્ય ખામી છે. તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉનાથી આશરે ૩૦ કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે, બપોરના સમયે અચાનક આવેલ ભૂકંપના આંચકાને પગલે સ્થાનિકો તાત્કાલિક અસરથી ઘરની બહાર દોડી આવ્યા હતા.

જો કે, આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ હોય તેવા કોઈ અહેવાલો પ્રાપ્ત થયાં છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી જણાવ્યા અનુસાર અરૂચાલ પ્રદેશમાં બપોરે ૩:૬ વાગ્યે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પાસેથી મળેલી માહિતીના આધારે અરૂણાચલ પ્રદેશમાં રવિવારે ભૂકંપના આંચાકા અનુભવાયા હતાં. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ માપવામાં આવી હતી. આ ભૂકંપ બપોરે ૩:૬ કલાકે આવ્યો હતો અને તેનું મુખ્ય કેન્દ્વ અરૂણાચલના ચાંગલાંગમાં નોધાયું હતું.

અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુક્શાનના અહેવાલો મળ્યાં નથી અરૂણાચલ પ્રદેશમાં ૪.૪ તીવ્રતા વાળો ભૂંકપ આવ્યો તે પહેલા ગુજરાતના કચ્છમાં બપોરના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા ૩.૧નોંધાઇ હતી. ભૂંકપનું મુખ્ય કેન્દ્વ બિંદુ દુધઈથી ૨૬ કિલોમીટર દૂર નોધાયું હતું ભૂકંપને લઇને આ વિસ્તારના લોકોમાં ડર ફેલાયો હતો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.