દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી ૨ મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી એકવાર કાતિલ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. હાલ કેરળમાં JN1 ન્યુ વેરીએન્ટને લઈને દેશમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બન્ને વ્યક્તિઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ આવેલા બંન્ને મહિલાઓ છે, જેઓ સેક્ટર- ૬ના રહેવાસી હોવાનું માલૂમ પડે છે, હાલ તેમના સેમ્પલ જીનોમ સિકવન્સ માટે મોકલી અપાયા છે.

રાજ્યમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી ગાંધીનગરની ૨ મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે. બન્ને મહિલાઓએ વેક્સીનના બે ડોઝ પણ લીધા છે. જેમાં એક મહિલાની ઉંમર ૫૭ વર્ષ અને બીજી મહિલાની ઉંમર ૫૯ વર્ષ છે. હાલ બંન્ને મહિલાઓને હોમ આઈસોલેટ કરવામાં આવી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news