જીપીસીબી દ્વારા પર્યાવરણને નુક્શાન બદલ એશિયન ટ્યુબ લિમિટેડને રૂ. 50 લાખનું ઇન્ટરીમ ઈડીસી, ક્લોઝર અપાયું

ગાંધીનગર પોલીસ અને જીપીસીબીની ટીમ દ્વારા તારીખ ૦૧/૦૬/૨૦૨૧ના રોજ કલોલ ખાતે જનપથ પેટ્રોલિયમ નજીક જોવા મળેલ બે એસિડીક વેસ્ટ ભરેલા ટેન્કરો અંગે તપાસ કરતાં જાણવા મળેલ કે આ બન્ને ટેન્કરો મે. એશિયન ટ્યુબ લિમીટેડ છત્રાલ ખાતેથી ભરવામાં આવેલા છે. આ એકમની સ્થળ તપાસ કરી સદર બાબતની ખરાઇ કરવામાં આવતા જીપીસીબીની ટીમ દ્વારા ટેન્કરમાંથી લીધેલા નમૂનાઓ અને એકમની પ્રિમાઈસીસમાંથી લીધેલ નમૂનાના વચ્ચે ઘણી સામ્યતા જોવા મળેલ છે. આથી ગંભીર ગુના માટે એકમને જીપીસીબી દ્વારા તા. ૦૪/૦૬/૨૦૨૧ના હુકમથી તાત્કાલિક અસરથી બંધનો હુકમ કરેલ છે અને પર્યાવરણને કરેલા નુકસાન બદલ રૂપિયા ૫૦ લાખ interim EDC લેવાનું નક્કી કરેલ છે.